આમોદનગરમાં સફાઈ કામદારોએ પારણા કર્યા.
ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પાલિકાનો ચાર્જ સંભાળતા જ સુખદ સમાધાન કરાવ્યું : સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ,નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો.
(વિરલ રાણા) ભરૂચ,
આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પોતાની પડતર માંગણીઓને ઘણાં સમયથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં હતાં.પરંતુ તેઓનું કોઈ નિરાકરણ આવતું નહોતું.જેથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓ ના સમર્થનમાં સફાઈ કામદારો પણ જોડાઈ ગયા હતા અને નગરની સફાઈ બાબતે સંપૂર્ણ હડતાળ કરી હતી.
જેના કારણે નગરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.ત્યારે ગત રોજ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી ગોહિલ સાહેબે આમોદ પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી તરીકે ચાર્જ લેતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવી સુખદ સમાધાન કરાવી સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા.
સફાઈ કામદારોએ પણ આમોદ પાલિકા ઈન્ચાર્જ પ્રમુખ શાંતાબેન રાઠોડ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડ,વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈ સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને સવારથી જ નગરની સફાઈ કામગીરીમાં જોડાઈ ગયા હતા અને નગરને સ્વચ્છ બનાવી દીધું હતું.
પરંતુ તેઓનું કોઈ નિરાકરણ આવતું નહોતું.જેથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓ ના સમર્થનમાં સફાઈ કામદારો પણ જોડાઈ ગયા હતા અને નગરની સફાઈ બાબતે સંપૂર્ણ હડતાળ કરી હતી.જેના કારણે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.
સફાઈ કામદારોએ આમોદ પાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ,ઈન્ચાર્જ મુખ્ય અધિકારી,કારોબારી અધ્યક્ષ સહિત નગરસેવકોને ફુલહાર ચઢાવી સન્માન કર્યું હતું.તો નગરસેવકોએ પણ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા.
આ બાબતે આમોદ પાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારી ગોહિલે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ ઘણા દિવસથી પોતાની માંગણીઓને લઈ હડતાળ ઉપર હતાં.જેમાં બે પક્ષના અહમને આધારે વિવાદ ટકી રહ્યો હતો.જેથી આજે પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે.