Western Times News

Gujarati News

ચોમાસુ સામાન્ય રહેશે: ગુજરાત, રાજસ્થાન માટે વરસાદ ચિંતાનો વિષય બનશે: સ્કાઈમેટ

નવી દિલ્હી, હવામાન પૂર્વાનુમાન અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રની અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટે 2022 માટે મોનસૂન પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

સ્કાઈમેટના મોનસૂન પૂર્વાનુમાન પ્રમાણે 4 મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર સરેરાશ 880.6 મીમી વરસાદની તુલનામાં 2022માં 98% વરસાદની સંભાવના છે.

21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની પ્રાથમિક આગાહીમાં સ્કાયમેટે ચોમાસુ 2022 સામાન્ય રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હવે તે જ જાળવી રાખ્યું છે. સામાન્ય વરસાદનો ફેલાવો LPA ના 96-104% પર ફેલાયો છે.

સ્કાઈમેટમા સીઈઓ યોગેશ પાટિલના જણાવ્યા પ્રમાણે છેલ્લી 2 મોનસૂન સિઝન બેક-ટૂ-બેક લા નીના ઘટનાઓથી પ્રેરિત રહી છે. આ અગાઉ લા નીના ઠંડીમાં ઝડપથી ઘટવા લાગી હતી પરંતુ પૂર્વીય હવાઓ ઝડપી હોવાના કારણે તેની વાપસી નથી થઈ શકી.

જો કે તેની ટોચ પર પહોંચી ગયું છે, પ્રશાંત મહાસાગરની લા નીના ઠંડક દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત પહેલા પ્રબળ થવાની સંભાવના છે. એટલા માટે અલ નીનોની ઘટનાથી ઈન્કાર કરવામાં આવે છે જે સામાન્ય રીતે મોનસૂનને હેરાન કરે છે. જો કે, ચોમાસામાં અચાનક અને તીવ્ર વરસાદની અપેક્ષા રાખવામાં આવે છે, જે અસામાન્ય રીતે લાંબા દુષ્કાળની વચ્ચે થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.