બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં જેડીયુની હાર
પટણા, બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં પણ જેડીયુની હાર થતા નીતિશ કુમારના વળતાં પાણી થવા માંડયાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
કુલ ૨૪ બેઠકો માટેની ચૂંટણીમાં જેડીયુના ૧૧માંથી ૫ જ ઉમેદવાર જીત્યા છે જ્યારે ભાજપના ૧૨માંથી ૭ ઉમેદવાર જીત્યા છે. બીજી તરફ તેજસ્વી યાદવની આરજેડીએ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ૨ બેઠકો વધારે જીતીને ૬ બેઠકો જીતી છે. કોંગ્રેસ અને પશુપતિ પારસની એલજેપીને એક-એક બેઠક મળી છે જ્યારે ૪ અપક્ષ ચૂંટાયા છે.
નીતિશ માટે આ પરિણામો પીછેહઠ સમાન છે અને ભાજપ જેડીયુ કરતાં વધારે તાકાતવર બની ગયો હોવાના પુરાવારૂપ છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જેડીયુ કરતાં લગભગ બમણી બેઠકો જીતી હતી પણ નીતિશ સાથ સમજૂતી હોવાથી તેમને મુખ્યમંત્રી બનાવાયા હતા. આ પરિણામો પછી આગામી ચૂંટણીમાં ભાજપ મુખ્યમંત્રીપદ માટે પોતાના ધારાસભ્યનો આગ્રહ રાખશે એ નક્કી છે. આ પરિણામોએ ભવિષ્યમાં બિહારમાં ભાજપ વિરૂધ્ધ આરજેડીનો જંગ થશે જ્યારે બીજા પક્ષો ચિત્રમાં જ નથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે.HS