Western Times News

Gujarati News

દિલ્હી એરપોર્ટે વિશ્વનું ત્રીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું

નવીદિલ્હી, દેશ-વિદેશમાં કોરોનાના ઘાતક વાયરસની ગતિ શાંત પડી ગઈ છે જેના પગલે ફલાઈટો અગાઉની જેમ શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસોમાં ઘટાડો નોંઘાતા હવાઈ યાત્રામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે.

આ સ્થિતિ વચ્ચે ઓએજી માર્ચ ૨૦૨૨માં વિશ્વમાં ટોપ ૧૦ વ્યસ્ત એરપોર્ટ યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ઈન્દિરા ગાંઘી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ત્રીજા નંબરે છે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ પહેલા એટલે કે ૨૦૧૯માં ૨૦માં ક્રમે હતું. જે સાબિત કરે છે કોરોનાના કપરાકાળ બાદ દિલ્હી એરપોર્ટમાં આવન-જાવન વધી છે.

આ લિસ્ટમાં અટલાંટા પ્રથમ નંબરે છે જે વર્ષ ૨૦૧૯માં પહેલા ક્રમે જ હતું. જ્યારે દુબઈ વિશ્વના ટોપ ૨ સૌથી વ્યસ્ત વૈશ્વિક હવાઈ અડ્ડાના રૂપમાં સ્થાન જમાવ્યું છે જે ૨૦૧૯માં ત્રીજા ક્રમે હતું. દિલ્હીમાં ઈન્દિરા ગાંઘી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છંલાગ લગાવતા ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. આ યાદીમાં એવા ઘણા એરપોર્ટ છે જે ટોપ દસમાં પ્રથમ વાર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દિલ્હી એરપોર્ટ પરથી એરલાઈન્સોએ કુલ ૩૫ લાખ સીટો સાથે ઉડાન ભરી હતી જે ફેબ્રુઆરી સરખામણીમાં ૧૮% વધુ છે. તે જ સમયે, વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ અમેરિકામાં એટલાન્ટા હાર્ટ્‌સફિલ્ડ-જેક્સન હતું, જેની એરલાઇનની ક્ષમતા ૪.૫ મિલિયન બેઠકો હતી, ત્યારબાદ દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ક્ષમતા ૩.૭ મિલિયન બેઠકોની હતી.

આ ત્રણમાં દિલ્હી એરપોર્ટે જબરદસ્ત છલાંગ લગાવી છે. એટલાન્ટા અને દુબઈ બંનેએ અગાઉ ઉચ્ચ રેન્કિંગ હાંસલ કર્યું હોવાથી તે વિજેતા હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.