ખેડબ્રહ્માની ગણેશ સોસાયટી પાસેથી જુગાર રમતાં ચાર પકડાયા બે ફરાર
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરના ગણેશ સોસાયટી પાસે આવેલ નદી કિનારે કેટલાક ઇસમો તીનપતીનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી ખેડબ્રહ્મા પોલીસને મળતા ખેડબ્રહ્મા પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં જઈ રેડ કરતા ધનરાજસિંહ મદનસિહ કુમ્પાવત, વિક્રમભાઈ દલસુખભાઈ દેવીપૂજક, નરેશભાઇ દલસુખભાઈ દેવીપુજક તથા પંકેશભાઈ મોરીયાભાઈ તમામ રહેવાસી ખેડબ્રહ્મા વાળા સ્થળ ઉપરથી જુગાર રમવાની બાજીના પાના તથા રોકડ રકમ, મોબાઈલ ચાર, બે બાઈક તથા એક રિક્ષા સાથે પકડાઈ ગયા હતા.
જ્યારે સતીષ ઉર્ફે એ ચાચું મોહનભાઈ વસાવા તથા નરેશભાઈ ઠાકોર બંને લોકો સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા્ ખેડબ્રહ્મા પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા ચાર નંગ મોબાઇલ એક રીક્ષા તથા બે મોટરસાયકલ મળી કોણ ૧૭૫૧૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના અ.પો.કો પ્રદિપસિંહ મહેન્દ્રસિંહએ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.