Western Times News

Gujarati News

સામાજિક ઉત્થાન કામોમાં યથાશક્તિ યોગદાન આપવાનો ગુજરાતીઓનો સ્વભાવ: પ્રધાનમંત્રી

શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્‌ઘાટન કરતા મોદી

ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, પોષણ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રે સેવા-સખાવતો દ્વારા સમાજ ઉત્થાન કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપવાનો પાટીદાર સમાજ સહિતના ગુજરાતીઓનો સ્વભાવ છે. સામાજીક- ધાર્મિક સંસ્થાઓના સેવાકાર્યોથી સરકારના જન કલ્યાણના પ્રયાસોને બળ મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર નજીક અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે, શિક્ષણ અને પોષણના આ નવનિર્મિત પ્રકલ્પોનો ગુજરાતના સામાન્ય માનવીને મોટો લાભ થશે.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, જ્યાં મા અન્નપૂર્ણા દેવીની પૂજા થતી હોય ત્યાં કુપોષણને કોઈ અવકાશ ન હોઈ શકે, કુપોષણ માટે પોષણનું અજ્ઞાન જવાબદાર હોય છે. કોરોના મહામારીને કારણે દુનિયામાં અન્નના ભંડારો ખુટી રહ્યા છે ત્યારે ભારતનો ખેડૂત દુનિયાભરને ભોજન-પોષણ પુરૂ પાડવા માટે સક્ષમ છે તેની નોંધ વૈશ્વિક ફલક પર લેવાઈ છે.

વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધન-ધાન્યની દેવી મા અન્નપૂર્ણા પ્રત્યેની અગાઢ જન આસ્થાની પરિપાટીએ જ આપણે મા અન્નપૂર્ણાની કેનેડામાં રહેલી મૂર્તિને કાશી પરત લાવ્યા છીયે. આવી ડઝનથી પણ વધુ પૌરાણિક મૂર્તિ-ચીજવસ્તુઓ, પાછલા સાત-આઠ વર્ષોમાં વિદેશોમાંથી ભારત પરત લાવ્યા છીયે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રીએ અડાલજના નવનિર્મિત શિક્ષણ સંકુલનો ઉલ્લેખ કરી રાજ્યના યુવાનોને સ્કિલ ડેવલોપમેન્ટ થકી ‘ઇન્ડસ્ટ્રી ૪.૦ (ઔદ્યોગિક વિકાસના ચોથા તબક્કા)’ માટે સજ્જ બનાવવાનું આહ્વાન કરતા કહ્યું કે, ‘ઇન્ડસ્ટ્રી ૪.૦’ માટે ગુજરાત ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ છે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રથમ ફાર્મસી કોલેજની સ્થાપનાથી લઇ રાજ્યમાં ફાર્મા ઉદ્યોગના મોટા પાયે વિકાસનું દ્રષ્ટાંત સમજાવ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રીએ હાલના દિવસોમાં ગુજરાતના વિવિધ વિકાસ અનુષ્ઠાનોમાં સહભાગી થવાની તક મળી રહી છે તે અંગે હર્ષ વ્યક્ત કરી, રાજ્યના ધાર્મિક સામાજિક સંગઠનોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે યોગદાનનો મહિમા વર્ણવ્યો હતો.

પ્રધાનમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની સરાહના કરતાં કહ્યું કે તેમના નેતૃત્વમાં ગુજરાત નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વિકાસ માટેની આધુનિક વિચારધારા અને પાયાના કામો તરફની જવાબદારીનું ધ્યાન શ્રી ભુપેન્દ્ર પટેલની વિશેષતા છે.

ગુજરાત રાજ્યને ભૂપેન્દ્રભાઇના રૂપમાં ઉમદા નેતૃત્વ મળ્યું છે, આ નેતૃત્વમાં ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ નવી ઊંચાઇઓ પાર કરશે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં વેક્સિનેશનની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રીએ નડાબેટ, ગબ્બર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસનધામોમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં થઇ રહેલા વિકાસ કાર્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું કે, શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના વિકાસ પ્રકલ્પો સમાજના સર્વાંગી કલ્યાણનો ધ્યેય પાર પાડશે.

સરકારના પ્રયાસોમાં સામાજિક સંગઠન શક્તિ જાેડાય ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ મંત્રમાં સૌના પ્રયાસનો ભાવ પણ ઉમેરાય છે. મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃતકાળમાં સ્વસ્થ ભારત, શિક્ષિત ભારત, અને આર્ત્મનિભર ભારત બનાવવા માટે સામાજિક શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જાેડવાની હિમાયત કરી હતી. ં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.