જામનગરથી ૧૧ માર્ચથી ગુમ પરિવાર બેંગલુરૂથી મળી આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
રાજકોટ, ૧૧ માર્ચે ગુમ થયેલા દંપતી અને તેમના બે બાળકો સહિત એક પરિવારના ચાર સભ્યો સોમવારે કર્ણાટકના બેંગલુરુમાંથી મળી આવ્યા હતા.
જામનગર શહેરના ગોકુલનગરમાં રહેતા ચારેય ગુમ થયા હતા અને તેમના સંબંધીઓએ સી-ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. તેમના કોલ ડિટેઈલ રેકોર્ડને ટ્રેક કરીને પરિવારને બેંગલુરુમાં શોધી કાઢવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનામાં હોટેલ ચલાવવા ઉછીના લીધેલા ૧૪ લાખ રૂપિયા ચૂકવી ન શકતા પરિવાર કર્ણાટક જતો રહ્યો હતો.
જ્યાં તેઓ એક હોટલમાં જ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મળતી માહિતી પ્રમાણે જામનગરના ગોકુલનગરમાં ભાડાના મકાનમાં રહેતા અરવિંદભાઈ નીમાવત (૫૨) બજરંગ રેસ્ટોરન્ટ નામની હોટલ ભાડે ચલાવતા હતા. અરવિંદભાઈ સાથે તેમના પત્ની શિલ્પાબેન (૪૫), પુત્રી કિરણ (૨૬), પુત્ર રણજીત (૨૪) અને કરણ (૨૨) ૧૧ માર્ચની રાતે એકસાથે ભેદી રીતે ગુમ થયા હતા.