Western Times News

Gujarati News

મધ્યપ્રદેશમાં ઝડપાયેલા કોલ સેન્ટરનું કનેક્શન અમદાવાદના રામોલ સુધી પહોંચ્યુ

પ્રતિકાત્મક

અમદાવાદની ચાલાક ગેંગે મધ્યપ્રદેશને કોલ સેન્ટરનું ‘હબ’ બનાવી દીધું

અમદાવાદ, અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના ગોરખધંધામાં પોલીસની ધોંસ વધી હતી, જેના કારણે હવે વિદેશી નાગરિકોને ઠગવા માટે ચીટરોએ ગુજરાત બહાર દોટ મૂકી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા સહિતના રાજ્યમાં અમદાવાદના ચીટરોએ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર શરૂ કરી દીધા છે. Gwalior-based fake call centre duping US citizens under pretext of offering loans busted, seven held: Madhya Pradesh police

થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશની ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચે આનંદનગરના એક મકાનમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું, જેમાં કુલ દસ લોકોની અટકાયત કરાઇ હતી, જેમાં ચાર લોકો અમદાવાદના રહેવાસી છે. આ દસ લોકોને નોકરી પર રાખનાર માસ્ટરમાઇન્ડ અમદાવાદના રામોલ વિસ્તારની જામફળવાડીમાં રહે છે,

જેને પકડવા માટે છેલ્લા બે દિવસથી ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચના અધિાકરીઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે. ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા નરેન્દ્ર સિસોદિયાને બાતમી મળી હતી કે ગ્વાલિયરના આનંદનગર ખાતે આવેલા મકાન નંબર-૫માં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે.

મહેશ શર્મા નામની વ્યક્તિનું આ મકાન છે, જેમણે કેટલાક યુવકોને ભાડેથી આપ્યુ હતુ. બાતમીના આધારે ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં એક યુવતી સહિત દસ લોકોની અટકાયત કરાઇ હતી. ક્રાઇમ બ્રાંચે યુપીના આશિષ કેન, તરુણ કુશ્વાહ, આકાશ કુશ્વાહ, કૃણાલ જાટવ, આકાશ રાણા, અંકુશ સાહુ તેમજ અમદાવાદમાં રહેતા રોહિત શર્મા, સાગર ચૌહાણ, અમન પરિહાર અને મોનિકા દીક્ષિતની અટકાયત કરી લીધી હતી.

દસ લોકોની અટકાયત કર્યા બાદ પોલીસને જાણવા મળ્યુ હતું કે આશિષ કેન, આકાશ રાણા અને અમન પરિહાર છેલ્લા પંદર દિવસથી ટ્રેનિંગ લઇ રહ્યા હતા.

ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચની ટીમે એક યુવતી સહિત કુલ સાત લોકો વિરૂદ્ધ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવવાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ લેન્ડિંગ ક્લબ અમેરિકન ફાઇનાન્સ કંપનીના એજન્ટ બનીને અમેરિકન નાગરિકો સાથે ઠગાઇ કરતા હતા.

તમાની પુછપરછમાં સામે આવ્યું હતું કે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા જામફળવાડી ખાતે રહેતી બલરામ પ્રજાપતિ નામની વ્યક્તિ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ છે. બલરામ પ્રજપાતિ તેના મિત્ર કુલદીપ ઠાકુર સાથે મળીને કોલ સેન્ટર ચલાવતો હતો.

મોડી રાતે લેન્ડિંગ ક્લબ અમેરિકન ફાઇનાન્સ કંપનીના એજન્ટ બનીને વિદેશી નાગરિકોને કોલ કરતા હતા. તમામ આરોપીઓએ પોતાના નામ બદલી નાખ્યા હતા અને વિદેશી નાગરિકના નામ રાખી લીધા હતા. બલરામ પ્રજાપતિ તમામ આરોપીઓને વિદેશી નાગરિકોનો ડેટા વોટ્‌સએપ અતવા ઇ-મેઇલ પર મોકલી આપતો હતો.

પોલીસને રેડ દરમિયાન નવ લેપટોપ, હેડફોન, નાગરિકો સાથે વાતચીત કરવા માટેની સ્ક્રિપ્ટ, કસ્ટમરના ડીટેલ સાથેના દસ્તાવેજાે પણ જપ્ત કર્યા છે.

પોલીસ આવી કહીને યુવક ઘરમાં દોટ મુકી ઃ ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચની ટીમ રેડ કરવા માટે આનંદનગરના મકાન નંબર-૫ પાસે તૈયા રહતી ત્યારે એક યુવક ઘર બહાર આવ્યો હતો. યુવકની નજર પોલીસ સામે પડતાની સાથે જ તેણે પોલીસ આવી તેમ કહીને ઘરમાં દોટ મૂકી હતી. આરોપીઓ ભાગી ના જાય તે માટે ક્રાઇમ બ્રાંચ તેમની ફોર્સને લઇ ઘરમા ઘૂસી ગઇ હતી, જ્યાં તેમને નવ યુવક અને યેક યુવતી કામ કરતા મળી આવ્યા હતા.

પૂર્વ વિસ્તારમાં ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચનું સર્ચ ઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઝડપાયેલા ઇન્ટરનેશનલ સેન્ટરનું કનેક્શન અમદાવાદ સુધી પહોંચ્યુ છે, જેથી મધ્યપ્રદેશની પોલીસે અમદાવાદમાં ધામા નાખ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગ્વાલિયર ક્રાઇમ બ્રાંચે પૂર્વ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું,

જેમાં બલરામ પ્રજાપતિના ઘરે તેમજ તેના અડ્ડા પર ગયા હતા. આ સાથે મોનિક દીક્ષિત, સાગર ચૌહાણ, રોહિત શર્મા અને અમન પરિહારના ઘરે પણ તપાસ માટે ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બલરામ પ્રજાપતિ સાથે નજીકનો સંબંધ ધરાવતી વ્યક્તિ પણ ગોવામાં પોતાનું કોલ સેન્ટર ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.