કેટરીના અને વિદ્યા બાલન એક સાથે કામ કરવા તૈયાર
મુંબઇ, હોલિવુડમાં ફીમેલ લીડ રોલવાળી એક્શન ફિલ્મોની હમેંશા ચર્ચા રહે છે. ફેન્સ અને ક્રિટિક્સ આ પ્રકારની ફિલ્મોને પણ પસંદ કરે છે. હવે એવુ લાગે છે કે બોલિવુડમાં પણ હવે આ પ્રવાહ જાવા મળી રહ્યો છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો હવે ટુંક સમયમાં જ બે ટોપ સ્ટાર અભિનેત્રી કેટરીના કેફ અને વિદ્યા બાલન સાથે કામ કરનાર છે. એક્શન અને કોમેડી ફિલ્મ તરીકે આ રહેનાર છે. બંને સુપરસ્ટાર અભિનેત્રી પ્રથમ વખત એક સાથે સ્ક્રીન શેયર કરતી નજરે પડનાર છે. આ એક એક્શન અને કોમેડી ફિલ્મ તરીકે રહેનાર છે. જેમાં નિર્માતા તરીકે આનંદ એલ રાય રહેનાર છે. બીજી બાજુ ફિલ્મનુ નિર્દેશનનુ કામ અનિરુદ્ધ ગણપતિ કરનાર છે.
આ ફિલ્મ તેના નિર્દેશનમાં બની રહેલી પ્રથમ ફિલ્મ તરીકે છે. તેઓ રાયના પ્રોડક્શન હાઉસ સાથે લાંબા સમયતી જાડાયેલા રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અનિરુદ્ધ જીરો ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે હતા. ત્યાં જ તેમને કેટરીના કેફને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. રિપોર્ટના કહેવા મુજબ અભિનેતાઓની પસંદગીને લઇને હાલમાં કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ફિલ્મની પટકથા પર અંતિમ તબક્કામાં કામ ચાલી રહ્યુ છે. ટુંક સમયમાં જ પટકથા પૂર્ણ કરી લેવામાં આવશે.
હાલમાં જ સુર્યવંશી ફિલ્મના શુટિંગ દરમિયાન કેટરીના કેફે કહ્યુ હતુ કે તે હજુ કોઇ પોલીસના રોલમાં દેખાઇ નથી જેથી તે પોલીસ કોપની ભૂમિકા કરવા માટે ઇચ્છુક છે. પ્રોફેશનલ ફન્ટની વાત કરવામાં આવે તો એકબાજુ કેટરીના કેફ અક્ષયની સાથે સુર્યવંશી ફિલ્મમાં કામ કરી રહી છે. વિદ્યા શકુન્તલા દેવીની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહી છે. કેટરીના કેફ છેલ્લે ભારતમાં અને વિદ્યા બાલન મિશન મંગલ ફિલ્મમાં દેખાઇ હતી.