Western Times News

Gujarati News

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21,000 પાનાની ચાર્જશીટ દાખલ

મહારાષ્ટ્ર રાજ્યમાં વિના મૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા દુધ ઉત્પાદક સંઘને રૂા.૨૨.૫૦ કરોડનું નુકસાન કર્યું હતું. 

મહેસાણા, દૂધસાગર ડેરીના કરોડોના કૌભાંડમાં ગુજરાત રાજ્યના માજી ગૃહમંત્રી તરીકે તેમજ સહકારી ક્ષેત્ર ચાલતી દુધ ઉત્પાદક સંઘ મંડળ (દૂધસાગર ડેરી) મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત અન્યો સામે અમદાવાદની ખાસ કોર્ટમાં સીઆઈડી ક્રાઈમે ૨૧,૦૦૦ પાનાનું ચાર્જશીટ દાખલ કર્યુ છે.

સીઆઈડી ક્રાઈમના ચાર્જશીટમાં કુલ ૨૨૦૦૦ સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે. આ સાક્ષીઓ પૈકી ૨૩ જણાએ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યા છે. પોલીસે કોર્ટમાં કરેલા ચાર્જશીટમાં કુલ રૂ. ૫ કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે આ કેસ ડે ટુ ડે ચલાવવામાં આવશે. સીઆઈડી ક્રાઈમના તપાસનીશ અધિકારીએ ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ મારફતે અમદાવાદની ખાસ કોર્ટમાં વિપુલ ચૌધરી, નીશિથ બક્ષી સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કર્યુ છે.

આ ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, દુધ ઉત્પાદક સંઘ મંડળી (દૂધસાગર ડેરી) મહેસાણાના પૂર્વ ચેરમેનનો હોદ્દો ધરાવતી વખતે ૨૦૧૩માં મહારાષ્ટ્ર રાજ્યમાં વિના મૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા દુધ ઉત્પાદક સંઘને રૂા.૨૨.૫૦ કરોડનું નુકસાન કર્યું હતું. જે અંગે મહેસાણા શહેર બી. ડીવી. પો.સ્ટે.ખાતે ગુનો દાખલ થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.