Western Times News

Gujarati News

પંચમહાલના જળાશયોમાં હાલના ઉપયોગ પૂરતો પાણીનો પર્યાપ્ત જથ્થો

આગામી ચોમાસા સુધી પાણી માટે કોઈ સમસ્યા નહિં ઉભી થાયઃવી.આર.તલાર, કાર્યપાલક ઈજનેર

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં આવેલા મુખ્ય પાનમ ડેમમાં હાલ ૩૮% પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી આગામી ચોમાસા સુધી પીવાના પાણીની આ વર્ષે સમસ્યા ઉભી થવાની શકયતા નથી.ઉલ્લેખનીય છે કે પાનમ ડેમ આધારિત પીવાના પાણી માટે ત્રણ જૂથ યોજનાઓ કાર્યરત છે.

જિલ્લાના અન્ય હડફ અને કરાડ ડેમ માંથી માત્ર સિંચાઈ યોજનાઓ કાર્યરત છે જેમાં પણ હડફ ડેમમાં હાલ ૫૮% અને કરાડ ડેમમાં ૨૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.વળી પાનમ ડેમ માંથી હાલ ૩૦ એપ્રિલ સુધી ખેડૂતોને કેનાલ મારફતે ઘાસચારા માટે ૭૦૦ ક્યુસેક અને કરાડ ડેમ માંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે ૧૦૦ ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે.

આમ હાલ ઉપલબ્ધ પાણીના જથ્થાના ઉપયોગ દરમિયાન આગામી ચોમાસામાં સારો વરસાદ થાય એવી આશાઓ વચ્ચે વર્તમાન સંજાેગોમાં પાણીની સમસ્યા ઉભી થાય એમ નથી.

પંચમહાલ જીલ્લાના જળાશયોમાં હાલ પાણીના ઉપલબ્ધ જથ્થાને લઈ ખેડૂતો અને પીવાના પાણીની યોજનાને કોઇ અસર વર્તાઈ એવી સ્થિતિ નથી જે એક રાહતના સમાચાર છે.જિલ્લાના મુખ્ય પાનમ ડેમમાં હાલ ૩૮ % પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જે માંથી હાલ ખેડૂતોને ૭૦૦ ક્યુસેક પાણી કેનાલ મારફતે સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત કોઠા, ભૂણીદ્રા અને હારેડા મળી ત્રણ જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે જેમાં વર્ષ દરમિયાન ૧૧.૬૨ એમસીએમ પાણીનો જથ્થો વપરાશ થાય છે જેને બાદ કરતાં એક વર્ષ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો હાલ ડેમમાં ઉપલબ્ધ છે.જયારે હડફ ડેમ માં હાલ ૫૮ % પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

જેમાંથી માત્ર કેનાલ મારફતે એક સિંચાઈ યોજના કાર્યરત છે.જયારે કરાડ ડેમમાં હાલ ૨૫% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેમાં પણ એક માટે કરાડ સિંચાઈ યોજના કાર્યરત છે જે મારફતે ખેડૂતોને હાલ ૧૦૦ ક્યુસેક પાણી સિંચાઈ માટે કેનાલ મારફતે આપવામાં આવી રહ્યું છે.આમ કરાડ અને હડફ ડેમ માંથી પીવાના પાણીની કોઈ યોજના કાર્યરત નહિં હોવાથી તેમજ હાલ સિંચાઈ માટે આગામી સમયમાં કોઈ ઋતુ નહિં હોવાથી પાણીની સમસ્યા નડે એમ નથી.

પાનમ સિંચાઈ ગોધરાના કાર્યપાલક ઈજનેર વી.આર તલાર સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે પાનમ ડેમ માંથી પીવાના પાણી માટે ત્રણ જૂથ યોજના કાર્યરત છે આ ઉપરાંત કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જે મુજબ હાલ પર્યાપ્ત જથ્થો છે જેથી ઉનાળા દરમિયાન કોઈ સમસ્યા ઉભી થશે નહીં.

આ ઉપરાંત હડફ અને કરાડ ડેમ માંથી માત્ર કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જેમાં હાલ કરાડ સિંચાઈ કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોની માંગણીને લઈ કેનાલ મારફતે ૧૦૦ ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે.આમ આ બંને ડેમ માં હાલ તો પાણીનો જથ્થો છે જે સિંચાઈ માટે જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.