ભાલોદ ગામે બસ સેવા ચાલુ કરવા ગ્રામજનોની માંગ.
અચાનક બસ બંઘ કરતા ભાલોદ પંથકના ગામોના વિઘાર્થીઓને ભરૂચ કોલેજ જવા પણ બસ મળતી નથી.
(વિરલ રાણા) ભરૂચ,
ભાલોદ ગામે બસ સેવા બંઘ કરાતા એક ભવ્ય ભુતકાળનુ સાક્ષીરૂપી ભાલોદનુ બસ સ્ટેન્ડ જ રહ્યુ છે.એક સમય ભાલોદ થી નજીક ના શહેર ભરૂચ,વડોદરા અને અંકલેશ્વર પણ લોકલ બસ દોડતી હતી.ભાલોદ થી અમદાવાદ એક્સપ્રેસ બસ દોડતી હતી ત્યા આજે કોઈ બસ સુવિઘા ઉપલ્બઘ નથી.
ભાલોદ થી અમદાવાદ એસ ટી બસ ૧૯૭૦ ના દાયકા મા શરુ કરી હતી તે સમયે અમદાવાદ થી સચિવાલય ગાંઘીનગર લઈ જવામા આવ્યુ હતુ તેથી ભાલોદ તથા આજુબાજુના ગામો ટોઠીદરા, પ્રાકડ,વણાકપોર,અવિઘા, રાજપારડી અને ઝઘડીયા વગેરે ગામોના લોકોને પોતાના કામકાજ તેમજ પ્રશ્રનોની રજુઆત કરવામાં સરળતા ઉપલ્બઘ હતી.
ભાલોદ રૂટ પર લાબા સમય સુઘી બસ સેવા ચાલુ રાખી હતી.આ વિસ્તારનો વિકાસ ઉત્તર વઘવાથી લોકોમાં એસટી બસની સુવિધાથી સંતોષની લાગણી ફેલાય હતી.પરંતુ હાલ ના સંજોગો મા ભાલોદ થી બસ ઉપડવાનુ બંઘ કર્યુ છે.
જેથી ભાલોદ તથા આ રૂટ ઉપરના તમામ ગામોના છોકરા – છોકરીઓ રાજપારડી અભ્યાસ તેમજ ભરૂચ કોલેજ જવામા ઘણી મુશકેલી ઊભી થઈ છે.સાથે વેપારી વર્ગને પણ મુશ્કેલીનો સમાનો કરવો પડતો હોય છે.
આ સિવાય આગળના શહેરોમાં જેમ કે વડોદરા,અમદાવાદ જવામા પણ અગવડતા પડે છે.ગ્રામ્ય વિસ્તાર માટે વાહન વ્યવહારની સરળતા એક ખુબ જ અગત્યની જરૂરીયાત છે.
ભાલોદ ગામનો શિક્ષીત વર્ગના ગામોમાં સમાવેશ થાય છે ગામોના સગા સંબઘીઓ અમદાવાદ,બરોડા,આણંદ અને ભરૂચ શહેરોમાં મોટા પ્રમાણ માં વસવાટ કરે છે.જેથી સારા માઠા પ્રસંગે લોકોની અવરજવર પણ વઘુ પ્રમાણમાં હોય છે આવા સંજોગોમાં ભાલોદ ગામે ફરી બસ સેવા ચાલુ કરે એવી લોકોની માંગણી કરવામાં આવી રહી છે.