Western Times News

Gujarati News

17.50 લાખના પેટ્રોલ – ડિઝલ ખરીદીના બાકી નાણાં મુદ્દે  ભરૂચ કોર્ટનો ચુકાદો

અલગ – અલગ બે ચેક આપ્યા હતા જે રીટર્ન થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો :  રૂપિયા ન ચુકવનારને દોઢ વર્ષની કેદ અને ૧0,000નો દંડ ફટકારતી ભરૂચ કોર્ટ.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લામાં ચેક રીટર્નના કેસોની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે એક પેઢીએ એક પેટ્રોલ પંપ ઉપર થી વિવિધ વાહનોમાં પેટ્રોલ અને ડિઝલ ખરીદયું હતું.જેમાં વાર્ષિક હિસાબમાં ૧૭,૫૦,૬૦૦ રૂપિયા લેવાના નીકળતા તે બાબતે બે લોકોએ અલગ અલગ રકમના બે ચેક આપ્યા હતા.

જે બંને ચેકો રીટર્ન થતા ફરિયાદીએ પોતાની નીકળતી લેવાની રકમ માટે ભરૂચ કોર્ટમાં વકીલ મારફતે ૧૩૮ નો કેસ કરતા ભરૂચના ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશલ મેજીસ્ટ્રેટની કોર્ટે આરોપીઓને ફરિયાદીને વળતર સહિતની રકમ ચુકવવા તેમજ દોઢ વર્ષની કેદની સજા તથા ૧૦,000 નો દંડનો હુકમ કરવામાં આવતા ખળભરાટ મચી જવા પામ્યો છે.

કેસની વિગત એવી છે કે ગત તારીખ ૧-૯-૨૦૧૩ ની ઓફર પ્રમાણે આરોપીઓ ઉધાર ડિઝલ ખરીદતા અને તે પેટે પેમેન્ટ આરોપીઓ ચેક થી અને રોકડથી ફરિયાદીને આપતા આવ્યા હતા અને જમા ઉધારની એન્ટ્રીઓ ફરિયાદી પોતાના હિસાબી ચોપડામાં કરતા હતા.

તે પ્રમાણે ૩-૨-૨૦૧૬ ના રોજ બેલેન્સમાં આરોપીઓ પાસે થી ૧૮,૦૦,૬૦૦ લેવાના બાકી હતા તે પૈકી આરોપીઓએ ૫૦ હજાર જમા કરાવતા દિવસના અંતે ૧૭,૫૦,૬૦૦ રકમ લેવાની બાકી નીકળતી હોય તે બાબતે સમજુતી કરાર સાથે આપેલા HDFC બેંક નો ચેક નંબર ૦૦૦૦૦૭ માં રકમ ભરી તારીખ ૨૦-૪-૨૦૧૮ ના રોજ બેંક માં જમા કરાવતા એકાઉન્ટ ક્લોઝર (બંધ) ના શેરા સાથે પરત ફરેલ.

ત્યાર બાદ ચેક આપનારનો સંપર્ક કરતા તેઓએ કોઈ ફોજદારી કે અન્ય પોલીસ કાર્યવાહી ન કરવા વિનંતી કરેલ અને તારીખ ૨૧-૫-૨૦૧૮ ના રોજનો ICICI બેંકનો ઝાડેશ્વરની શાખાનો ચેક વ્યાજ સહિતનો આપ્યો હતો.જે કુલ ગણી આરોપીઓએ નિઝામુદ્દીન એમ કુરેશીનાઓ એ બે ચેક રૂપિયા ૧૮,૫૦,૬૦૪ ના અનુક્રમે ચેક આપ્યા હતા.

જે ચેક નંબર ૦૦૪૬૭૫ ( ૯,૨૫,૩૦૨ રૂપિયાનો ) અને બીજો ચેક નંબર ૦૦૪૬૭૬ (૯,૨૫,૩૦૨ રૂપિયા નો ) આપેલ અને બંને આરોપીઓએ જણાવેલ તારીખ મુજબ ૨૮-૫-૨૦૧૮ ના રોજ બંને ચેકો ખાતામાં જમા કરાવ્યા હતા

.જે તારીખ ૨૯-૫-૨૦૧૮ ના રોજ ચેક એકાઉન્ટ ક્લોઝરના શેરા સાથે પરત ફરેલા.જે અંગે ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.ફરિયાદી દેવેન્દ્રસિંહ સોલંકીએ ભરૂચના વકીલ મહેન્દ્ર એમ કંસારા મારફતે રાજહંસ લોજીસ્ટીક કોર્પોરેશન તથા નિઝામુદ્દીન એમ કુરેશી અને નરેન્દ્ર આર ધાનાણી સામે ચેક રીટર્ન મુજબ ફરીયાદ દાખલ કરાવતા સમગ્ર કેસ ભરૂચના ત્રીજા એડીશનલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી પી.ડી.જેઠવા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી નંબર

(૧) રાજહંસ લોજીસ્ટીક કોર્પોરેશને જે લીગલ એનટીટી હોય  તેને ચેકના ત્રીજા ભાગે એટલે કે રૂપિયા ૬,૧૬,૮૬૮ ના દોઢ ગણા એટલે કે ૯,૨૫,૩૦૨નો દંડ કરવામાં આવે છે અને ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરવામાં આવે છે અને આરોપી નિઝામુદ્દીન એમ કુરેશી અને નરેન્દ્ર આર ધાનાણીના ઓ એ રૂપિયા ૪,૬૨,૬૫૧ પ્લસ ૪,૬૨,૬૫૧ આમ કુલ મળી ૯,૨૫,૩૦૨ નો દંડ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરવામાં આવે છે.જયારે આરોપી નંબર

(૨) નિઝામુદ્દીન એમ કુરેશીના ને ઘી નેગોશીએબલ ઈન્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ગુના બદલ દોઢ વર્ષની સાદી કેદ અને 10,000 દંડ ફટકારવામાં આવ્યો છે.ત્યારે આરોપી નંબર

(3) નરેન્દ્ર આર ધાનાણીને પણ દોઢ વર્ષની સસાદી કેદ અને ૧0,000નો દંડ ફટકાર્યો છે અને ફરિયાદીને ચેક ની મૂળ રકમ ના વાર્ષિક ૬% ના દરે સાદુ વ્યાજ ફરિયાદીને ચૂકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.