રણબીર-આલિયાનું ગ્રાન્ડ રિસેપ્શન TAJ હોટેલમાં યોજાશે

ગ્રાન્ડ રિસેપ્શનમાં ઘણાં બોલિવૂડ સેલેબ્સ હાજરી આપશે -જૂતા ચોરવાની રસમમાં આલિયાની ફ્રેન્ડ્સ રણબીર કપૂરના જૂતા ચોરશે
મુંબઈ, બોલિવૂડ એક્ટર Ranbir Kapoor અને Alia Bhatt જલદી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે ધીરે-ધીરે રણબીર-આલિયાના લગ્નનું સ્થળ, મહેમાનોનું લિસ્ટ સહિતની વિગતો જાણવા મળી રહી છે.રણબીર-આલિયાનું ગ્રાન્ડ રિસેપ્શન સાઉથ મુંબઈમાં આવેલી TAJ હોટેલમાં યોજાશે. રણબીર-આલિયાના ગ્રાન્ડ રિસેપ્શનમાં ઘણાં બોલિવૂડ સેલેબ્સ હાજરી આપવાના છે.
રણબીર-આલિયાના લગ્ન બાદ TAJ હોટેલમાં આયોજિત ગ્રાન્ડ રિસેપ્શનમાં એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ હાજરી આપવાના છે. રણબીર-આલિયાના લગ્નની મહેંદી સેરેમની આવતીકાલે છે જ્યારે લગ્ન તારીખ ૧૫ એપ્રિલે થશે.
એક રિપોર્ટ મુજબ, રણબીર-આલિયાના લગ્નમાં જેટલી પણ સેરેમની યોજાશે
તેમાં સૌથી રસપ્રદ સેરેમની જૂતા ચોરવાની રસમની હશે. કારણકે, રણબીર-આલિયાના લગ્નમાં પ્રી વેડિંગ સેરેમનીથી માંડીને વેડિંગ અને જૂતા ચોરવાની રસમની સેરેમની માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે. જૂતા ચોરવાની આ રસમમાં આલિયા ભટ્ટની ફ્રેન્ડ્સ રણબીરના જૂતા ચોરશે.
રણબીર-આલિયાના લગ્નમાં જૂતા ચોરવાની રસમ માટે રૂપિયા ૧ લાખનું બજેટ અલગથી નક્કી કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ, રણબીર-આલિયાના લગ્નમાં ડાન્સ અને મહેંદી ફંક્શન પણ રાખવામાં આવશે. જ્યારે લગ્ન મંડપ માટે સેટ ડિઝાઈનર યુવતીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
બોલીવુડના સૌથી ચર્ચાસ્પદ બની ચૂકેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રણબીરની બહેન રિદ્ધિમા પણ દિલ્હીથી મુંબઈ આવી પહોંચી છે. આજે સાંજે રિદ્ધિમા મુંબઈ એરપોર્ટ પર પોતાની ફેમિલી સાથે આવી પહોંચી હતી.
જાેકે, ફોટોગ્રાફર્સે જ્યારે રિદ્ધિમાને તારીખ વિશે પૂછ્યું ત્યારે તેણે પણ પોતાના મમ્મી નીતૂ કપૂરની માફક પોતાને કંઈ ખબર ના હોવાનો ડોળ કર્યો હતો. રણબીર કપૂરના મમ્મી નીતૂ કપૂર હાલ ડાન્સ રિયાલિટી શો જજ કરી રહ્યા છે. એક દિવસ પહેલા મીડિયા દ્વારા તેમને ફરીથી દીકરાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને નથી ખબર કે ક્યારે થવાના છે. જાેઈએ ક્યારે થાય છે. ખૂબ જલ્દી થાય તેવી પ્રાર્થના કરું છું અને આશા રાખું છું’.