Western Times News

Gujarati News

મહેસાણાના યુવાનનું કેનેડામાં ડૂબી જવાથી મોત નિપજ્યું

પ્રતિકાત્મક

યુવક ડૂબતા તેનો ભાઈ બચાવવા માટે પડ્યો હતો જેનો જીવ બચી ગયો છે પરંતુ હાલત ગંભીર છે

મહેસાણા,  કેનેડા ( CANADA)માં ભણવા માટે ગયેલા વધુ એક યુવાનનું મોત થયાની ઘટના બની છે. મહેસાણાના યુવાનનું કેનેડામાં ડૂબી જવાથી મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.

એક યુવક ડૂબતા તેનો ભાઈ બચાવવા માટે પડ્યો હતો જેનો જીવ બચી ગયો છે પરંતુ હાલત ગંભીર છે. મળતી વિગતો પ્રમાણે ઝરીન બારોટ નામના મહેસાણાના યુવાનનું કેનેડામાં ડૂબી જવાથી મોત થવાથી તેના માતા-પિતા કેનેડા જવા માટે રવાના થવાના છે. મહત્વનું છે કે હાલમાં જ ટોરેન્ટોમાં ૨૧ વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી

જેમાં એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્‌સ મુજબ કેનેડામાં ફરવા માટે ગયેલા બે ભાઈઓ માથી એક ઝરીન બારોટ ખડકો પરથી લપસી જતા દરિયામાં પડ્યો હતો. આ પછી તેની સાથે રહેલો અન્ય ભાઈ પણ તેને બચાવવા માટે દરિયામાં પડ્યો હતો

જાેકે, ઝરીનનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટનામાં મૃતકના ભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે કેનેડામાં ગયેલા બાળકો સાથે દુઃખદ ઘટના બનતા તેમના માતા-પિતા અને પરિવારમાં શોખનો માહોલ છે. આવામાં મૃતક ઝરીન બારોટના માતા-પિતા પણ કેનેડા જવા માટે રવાના થઈ ગયા છે.

શું આ વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી કે પછી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યા હતા તે અંગેનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. તાજેતરમાં કેનેડાના ટોરોન્ટોમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસે તપાસ કરીને ૨૧ વર્ષના મૃતક કાર્તિક વાસુદેવના હત્યારાની ધરપકડ કરી લીધી છે. આ કિસ્સામાં યુવક પર ધડાધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં મૃત્યુ પામેલો કાર્તિક મૂળ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદનો છે અને પરિવારના જણાવ્યા પ્રમાણે તે વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો. કાર્તિક પર પાછલા અઠવાડિયે ગુરુવારે સાંજે શહેરની બહારના ટીટીસી સ્ટેશનના ગ્લેન રોડ એન્ટ્રન્સ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કાર્તિકને આ ઘટના પછી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જાેકે, તેનો જીવ બચાવી શકાયો નહોતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.