માતા પાસે સૂઈ રહેલી બાળકીને ઉપાડી જઈ હત્યાઃ પોલિસે નરાધમને ઝડપી પાડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/kidnap_abduction_apharan.jpg)
શ્રમજીવી પરિવાર પૂણા બ્રિજ નીચે રાત્રે આખા દિવસની રઝળપાટ બાદ ઊંઘી રહ્યો હતો-તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા બાદ તેને કચરામાં નાંખી દીધી હતી.
સુરત, સુરતની છબી આખેઆખી ખરડાઈ ગઈ છે. દેશભરમાં જેટલા દુષ્કર્મ થતા નથી, તેટલા એકમાત્ર સુરતમાં સામે આવી રહ્યાં છે. હદ તો ત્યારે થાય છે જ્યારે સુરતમાં માસુમ બાળકીઓ પીંખાઈ રહી છે.
સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મંગળવારની રાત્રે શ્રમજીવી પરિવારની ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરાઈ છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને પકડી પાડ્યો છે. રસ્તા પર સૂઈ રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એમ શ્રમજીવી પરિવાર પૂણા બ્રિજ નીચે રાત્રે આખા દિવસની રઝળપાટ બાદ ઊંઘી રહ્યો હતો. પાંચ વર્ષની બાળકી તેના માતાપિતા સાથે સૂઈ રહી હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ માતા જાગી જતા તેને બાળકી દેખાઈ ન હતી. જેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકી મળી ન હતી.
આખરે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેખી પુણાગામ પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પુણા વિસ્તારના ભૈયાનગર વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં બાળકીની હત્યા કરનાર આરોપી લલનસિંહને પકડી પાડ્યો છે.
પુણાગામ પોલીસે જણાવ્યુ કે, દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની દીકરીને કોઈ શખ્સ લઈને ભાગી ગયો હતો. આખી ટીમ એક્ટિવ કરીને શોધઓળ ચાલુ કરી હતી. બાળકી વધુ પડતી રડતી હતી અને બૂમાબૂમ કરતી હતી, તેખી લલને તેનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. તેને માર્યા બાદ તેને કચરામાં નાંખી દીધી હતી. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશન રહેવાસી છે, પૂણા ગામમાં મજૂરીકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે.
સમગ્ર મામલામાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા છે. ત્યારે પુણાગામ પોલીસે આરોપી લલનસિંહની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં રોજગારીની શોધમાં અન્ય રાજ્યોના અનેક મજૂર પરિવારો રોજગારીની શોધમાં આવે છે. જેમને ઓટલો ન મળતા તેઓ ખુલ્લામાં સૂઈને દિવસો વિતાવે છે. આવામાં આવા પરિવારની દીકરીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થાય છે.