ડોક્ટર એપીજે અબ્દુલ કલામની 88મી જન્મ જયંતીની શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ
ગુજરાત સાયન્સ સિટી ખાતે એપીજે અબ્દુલ કલામની 88મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ હેન્ડસ ઓન એક્ટિવિટી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા બાળકો ને હૉલ ઓફ સ્પેસ અને હૉલ ઓફ સાયંસની માર્ગદર્શક સાથેની ટુર કરાવવા માં આવી હતી .
ડૉ. કલમના જાણીતા સૂચનો બાળકો માટે ખાસ આકર્ષણ હતું આ ઉપરાંત તેમના પ્રેરક પુસ્તકો પણ બાળકો માટે મૂકવામાં આવ્યા હતા.
હેંડ્સ ઓન એક્ટિવિટી દરમિયાન વિદ્યાર્થીઓએ એ સ્પેસ શટલ નું મોડલ બનાવ્યું હતું . ત્યાર બાદ હૉલ ઓફ સ્પેસની માર્ગદર્શક સાથેની મુલાકાત માં વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ માં ભારતના યોગદાન વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
15મી ઓક્ટોબરને ડો. કલામ સાહેબ ના આદરમાં યુએન દ્વારા 2010 થી વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે ઉજવણી કરાય છે ત્યારે સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓએ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઇ ખરા અર્થમાં તેમની જન્મજયંતી ની ઉજવણી કરાઇ હતી.