ખંભાત હિંસામાં ચોંકાવનારો ખુલાસો:શોભાયાત્રામાં પથ્થરમારો કરીને હિંસા ફેલાવાનું કાવતરું ઘડાયું હતું
ખંભાત, રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કોમી છમકલા થયા હતા. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આ હિંસામાં ૩ મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.
ખંભાતમાં ફેલાયેલી હિંસા બાદ મુસ્તકીમ મૌલવી, મતીન-મોહસીન નામના ત્રણ મૌલવીઓની ઘરપકડ કરવામાં આવી હતી.
આ ત્રણેવ ભાઇઓ છે. આ સાથે ૧૦૦થી વધુ લોકોના ટોળાં સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે, શનિવારે જ આ આખા ષડયંત્રને બનવવામાં આવ્યો હતો.
આ કાવતરા માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઇ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જાેકે, એક બાદ એક આ લોકોની ઓળખ થઇ રહી છે.