ઈડરિયા ગઢની તળેટીમાં પશુઓ માટેનો બંધ હવાડો ચાલુ કરાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ઈડરીયા ગઢ ની તળેટી માં પશુ પક્ષીઓ માટે બનાવેલ હવાડો ઘણા સમય થી બંધ હતો. તેમાં કચરો તથા માટી ભરાઇ ગયેલ હતા. ઇડરના નિકેશભાઇ રાજુભાઈ સંખેશરા (ભારત વિકાસ પરિષદ વાળા) છેલ્લા ઘણા સમયથી હરરોજ ઈડર ગઢની તળેટીમાંથી પગથીયા ચડી ઈડરિયા ગઢ ઉપર આવેલ જૈન મંદિરમાં પૂજા કરવા જાય છે
તેમની નજર હવાડા ઉપર પડતા તેમનું હૃદય દ્રવી ઉઠ્યું કે પશુ પક્ષીઓ માટે નો આ હવાડો જાે પાણીથી ભરાય તો કેટલાય અબોલ જીવો કુતરા બકરા ગાયો વિગેરેને છુટથી પીવાનું પાણી મળી રહે.
આવો વિચાર કરી તેમણે તળેટીમાંથી જ ઈડર નગરપાલિકાના ખંતીલા પ્રમુખ શ્રી જયસિંહ તંવરને ફોન કર્યો હતો કે ઈડર ગઢની તળેટીમાં બનાવાયેલ આ હવાડો જાે સાફ કરીને તેમાં પાણી ભરાય તો કેટલાય અબોલ જીવોને પીવાનું પાણી મળી રહે તે વાત કરી તેઓ ઉપર જતા રહ્યા હતા
બે કલાક પછી જ્યારે તેઓ નીચે આવેલ ત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રી જયસિંહ તંવરે નગરપાલિકાના એસ્આઈ. તથા અન્ય માણસો દ્વારા આ હવાડો સાફ સૂથરો કરી તેમાં ટેન્કર વડે પાણી ભરી દીધેલ. આવું જીવદયા નું કામ યુદ્ધના ધોરણે થયેલ જાેઈ નીકેશભાઈ એ જયસિંહ તંવરનો આભાર માન્યો હતો તથા સારું કાર્ય કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.