ઈન્ટરનેટની સ્પીડ જ ન હોય તો લાખ્ખો ખર્ચીને નાખવામાં આવેલા પ્રોગ્રામ શું કામના?
બેંકો, સેલ્સટેકસ, ઈન્કમટેકસ, પોસ્ટ સહિતના વિભાગોમાં આ પ્રકારનું વાતાવરણ સામાન્ય જાેવા મળે છે કામ માટે આપેલા નાગરિકોને કતારમાં ઉભા રહેવું પડે છે
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં આધુનિકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સરકારના પ્રયાસોની સાથે નાગરિકો પણ તેનુ મહત્વ સમજતા થયા છે. આજના યુગમાં દરેક ઓફિસોમાં કોમ્પ્યૂટરનો મહત્તમ ઉપયોગ થઈ રહી છે ખાનગી ઓફિસોની સાથે સરકારી કચેરીઓમાં બધુ ધીમે-ધીમે ઓનલાઈન થઈ ગયુ છે
સ્ટાફના કર્મચારીઓને કોમ્પ્યૂટરના ઉપયોગની સઘન તાલીમ અપાય છે તેઓને સતત અપડેટ રાખવાના પ્રયાસો થાય છે સરકારી કચેરીઓ, બેંકો તથા કેન્દ્રના અલગ અલગ વિભાગોમાં “કોમ્પ્યૂટર”ને સાંકળીને પ્રોગ્રામો બનાવાયા છે તેની પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે.
પરંતુ ગમે તેટલા રૂપિયા ખર્ચાયઆપણે ત્યાંના ત્યાં જ આવી જઈએ નેટ ની જે સ્પીડ હોવી જાેઈએ તે હોતી નથી. એકદમ ધીમી ગતિથી ચાલતા “નેટ”ને લીધે કચેરીઓમાં આવતા લોકોને કલાકો લાઈનમાં ઉભા રહેવુ પડે છે બીજી તરફ કર્મચારીઓ કે જે કામ કરતા હોય છે તેમનો સમય વેડફાઈ જાય છે
બેંકો, સેલ્સટેકસ, ઈન્કમટેકસ, પોસ્ટ સહિતના વિભાગોમાં આ પ્રકારનું વાતાવરણ સામાન્ય જાેવા મળે છે કામ માટે આપેલા નાગરિકોને કતારમાં ઉભા રહેવું પડે છે તેઓ કંટાળી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ સર્જાય છે વચ્ચે GST ની બાબતમાં પ્રશ્નો સર્જાયા હતા GST પોર્ટલ નહી ખુલતુ હોવાની બૂમ ઉઠી હતી.
આધુનિકરણ જરૂરી છે.પરંતુ તેના માટે જરૂરી સંશાધન પૂરતા હોવા જાેઈએ નેટ જે સ્પીડથી ચાલવુ જાેઈએ તે ન ચાલે તો લાખો- કરોડો રૂપિયાના ખર્ચે નંખાયેલા સોફટવેરના પ્રોગ્રામો કામમાં આવતા નથી કર્મચારીઓને મોટો સમય નવરાધૂમ બેસી રહેવુ પડે છે.
પોસ્ટના એકાઉન્ટ વિભાગમાં આ પ્રકારની મગજમારી પાછલા દિવસોમાં જાેવા મળી રહી છે જેના કારણે કામ કરતા કર્મચારીઓ દ્વિધામાં મૂકાઈ ગયા છે જાણકારોના મતે ફોરેનની માફક ઈન્ટરનેટની સ્પીડ પકડાતા આપણને બીજા દસ વર્ષ વીતી જાય તેવી શકયતાઓ છે.