એર ઈન્ડિયાએ મહિને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવ્યા જ નથી
કેસ એન્ડ કેરીને લઇને એર ઈન્ડિયાની સામે મોટી સમસ્યા |
નવીદિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ (Government oil marketing company) આજે કહ્યું હતું કે, એર ઈન્ડિયા દ્વારા તેની કટિબદ્ધતાને પાળવામાં આવી રહી નથી. એર ઇન્ડિયા Air India દ્વારા તેના ઉપર થઇ ગયેલા દેવાને ચુકવવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા નથી. એર ઇÂન્ડયા દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા મહિને ચુકવવાની કોઇપણ ગંભીરતા દાખવી નથી.
માસિક પેમેન્ટ ઉપરાંત એરલાઈન્સ સામે કેસ એન્ડ કેરીની સમસ્યા પણ પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા ગયા વર્ષે હિસ્સેદારી વેચાણની પ્રક્રિયામાં નિષ્ફળતા હાથ લાગી હતી. ત્યારબાદથી ખાનગીકરણની પ્રક્રિયામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. અગાઉ મળેલા બોધપાઠના આધાર પર આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. ઓઇલ કંપનીઓનું કહેવું છે કે, ઓવરડ્યુ થયેલા એટીએફના ૫૦૦૦ કરોડ રૂપિયાના દેવાના નિકાલ માટે દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા આપવાની એર ઈન્ડિયાએ વાત કરી હતી. (ATF fuel dues 100 cr INR everymonth)
જો આની દિશામાં કોઇ પહેલ થશે નહીં તો શુક્રવારથી તમામ મોટા એરપોર્ટ પર પૂરવઠો કાપી નાંખવામાં આવશે. આનો મતલબ એ થયો કે, એર ઈન્ડિયા સામે હવે અસ્તિત્વને ટકાવી રાખવાની બાબત ખુબ જ પડકારરુપ રહી શકે છે. કારણ કે, એર ઈન્ડિયા પાસે રોકડ કટોકટીની સમસ્યા પહેલાથી જ સર્જાયેલી છે.
આઈઓસી અને અન્ય બે મોટી ઓલિ માર્કેટિંગ કંપનીઓએ એર ઈન્ડિયાને નોટિસ ફટકારી દીધી છે અને કહ્યું છે કે, જો પેમેન્ટની ચુકવણી કરવામાં નહીં આવે તો જે ફ્યુઅલના પુરવઠાને બંધ કરી દેવામાં આવશે. અનપેઇડ ફ્યુઅલ બિલના (Unpaid fuel bill) પરિણઆમ સ્વરુપે એર ઈન્ડિયા પર આઈઓસીનું ૨૭૦૦ કરોડનું દેવું છે જેમાં ૪૫૦ કરોડ રૂપિયા વ્યાજની રકમના છે.
ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પાંચ હજાર કરોડ રૂપિયાની માંગ કરી છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડિરેક્ટર (ફાઈનાન્સ) સંદીપકુમારનું (Indian Oil Corporation Director Finance Sandip Kumar) કહેવું છે કે, એર ઈન્ડિયા દ્વારા જૂન મહિનામાં સારી સ્થિતિ મેળવી હતી અને સપ્ટેમ્બર મહિનામાં પણ અગાઉના એટીએફ દેવાને ક્લીયર કરવા મહિને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવવાની તૈયારી બતાવી છે.