ખેડબ્રહ્મા શહેરમાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતી એ ભવ્ય શોભાયાત્રા યોજાઈ
ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ધ્વજ સાથે જોડાયા હતા અને બાબાસાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા.
સવારે 10 વાગે આ શોભાયાત્રા ખેડબ્રહ્માના દલિત વાસમાંથી શરૂ થઈ બ્રહ્માજી ચોક, બસ સ્ટેન્ડ, હનુમાન મંદિર, કે.ટી. હાઇસ્કુલ, રેલવે સ્ટેશન, સરદાર ચોક પેટ્રોલ પમ્પ થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બાવલાએ પહોંચી હતી.
આ શોભાયાત્રા સ્ટેટ બેંક પાસે આવતા ખેડબ્રહ્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ તથા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. તથા તમામ લોકોને ઠંડા પીણા પીરસાયા હતા.
શોભાયાત્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બાવલા એ પહોંચી યાત્રામાં આવેલ દલિત સમાજના, વિશ્વ હિન્દુ પરિષદ સંઘ તથા ભાજપના કાર્યકર્તાઓએ હારતોરા પહેરાવ્યા હતા. અહિં શોભાયાત્રાનું સમાપન થયું હતું.
આ શોભાયાત્રામાં ખેડબ્રહ્મા નગરપાલિકાના કોર્પોરેટર નરેશભાઈ પરમાર, દલિત ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ ગોવિંદભાઈ પૂજાભાઈ પરમાર, હિતેશભાઈ પંડ્યા, મુકેશભાઈ વણકર, નટુભાઈ ગોવાભાઈ, જેઠાભાઈ ધનાભાઇ પૂર્વ કોર્પોરેટર હરિભાઈ માધાભાઈ, નાથાભાઈ ગોવાભાઇ અમિતભાઈ શર્મા તથા શૈલેષભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.