આર્યન ખાન ડ્રગ્સ કેસ સાથે સંબંધિત NCBના બે અધિકારીઓ સસ્પેન્ડ
મુંબઇ, આર્યન ખાન ડ્રગ કેસ સાથે સંબંધિત બે તપાસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આર્યન ખાન ડ્રગ કેસ પછી તરત જ તેમને ગુવાહાટી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જાેકે એનસીબીનું કહેવું છે કે આર્યન કેસના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીનું નામ વિશ્વ વિજય સિંહ છે અને બીજાનું નામ આશિષ રંજન પ્રસાદ છે. વિશ્વ વિજય સિંહની એનસીબી ગુવાહાટીમાં બદલી કરવામાં આવી હતી અને હવે તેંમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય આશિષ રંજનને સીઆઇએસએફમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને હવે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીડીજી જ્ઞાનેશ્વર સિંહના રિપોર્ટના આધારે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને અધિકારીઓ આર્યન તપાસ કેસની ટીમમાં હતા, પરંતુ અન્ય કેટલાક કેસમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨ ઓક્ટોબરની રાત્રે મુંબઈ ક્રૂઝ પર NCBના દરોડા પછી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અન્ય ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનની સાથે NCB અન્ય સાત લોકોની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ, ઈસ્મીત સિંહ, મોહક જસવાલ, ગોમિત ચોપરા, નુપુર સતીજા અને વિક્રાંત છોકરનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા કે આ કેસમાં કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવી નથી. મલિકે આ કેસમાં પંચ પર પણ સવાલો ઉઠાવ્યા હતા, સાથે જ એનસીબી પર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવ્યા હતા.HS