Western Times News

Gujarati News

૧૦૦ ડિજિટલ કંપનીઓમાંથી ૭૫% કંપનીઓનો થઈ શકે છે સફાયોઃ રામદેવ અગ્રવાલ

નવીદિલ્હી, માર્કેટ ગુરુ રામદેવ અગ્રવાલે કહ્યુ કે, ડિજિટલ સ્પેસમાં કન્સોલિડેશન થશે અને તમામ વસ્તુઓ ત્રણથી ચાર વર્ષમાં સરખી થઈ જશે. તેઓ ભારતીય આઈટી કંપનીઓ જેવી કે ટીસીએસ,ઇન્ફોસિસ, વિપ્રો વગેરે પર આશાવાદી છે. તેમને લાગી રહ્યું છે કે આ કોર્પોરેટ્‌સ ડિજિટલ થવા માટે વધારે ખર્ચ કરી રહ્યા છે.

બજારના દિગ્ગજ રામદેવ અગ્રવાલનું માનવું છે કે ડિજિટલ સ્પેસમાં કન્સોલિડેશન થશે. તેમને લાગે છે કે લગભગ ૭૫ ટકા કંપનીઓ બંધ થઈ જશે. તેમણે કહ્યુ કે, જ્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે ત્યારે માર્કેટમાં બે-ત્રણ મોટી કંપનીઓ ઉભરીને બહાર આવશે.

જાેકે, આ બધુ નિરાશા અને કાયમતની સ્થિતિ નથી. અગ્રવાલ ભારતીય આઈટી ક્ષેત્રની વિકાસ ક્ષમતાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે દુનિયા દિન-પ્રતિદિન વધારે ડિજિટલ થઈ રહી છે. તેનું કારણ એ છે કે આ ક્ષેત્રમાં સૌથી વધારે સ્પર્ધાત્મક લાભ છે.

અગ્રવાલે કહ્યુ કે, “મને લાગે છે કે એક ટેક બૂમ છે, અને વાસ્તવમાં આ જગ્યા માટે કોઈ અન્ય દેશ સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી. મેં સાંભળ્યું છે કે ૩-૫ વર્ષના અનુભવ અથવા કોઈ ટેક્નોલોજીમાં વિશેષતા ધરાવતા લોકોના પેકેઝમાં ખૂબ વધારો આપવામાં આવી રહ્યો છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે કોર્પોરેટ્‌સે પોતાની સેવાઓ માટે આખરે ખૂબ વધારે ચૂકવણી કરવી પડશે. ભલે સેવા ભારતમાંથી જ ઉપલબ્ધ થઈ રહી હોય. આ માટે મને લાગે છે કે આ ખૂબ જ રસપ્રદ સમય છે.”

રામદેવ અગ્રવાલે કહ્યુ કે, આઈટી ક્ષેત્રની બે સૌથી મોટી કંપનીના પરિણામો પર નજર કરીએ તો ટીસીએસના કેસમાં તે દલાલ સ્ટ્રીટની અપેક્ષા પ્રમાણે છે. જ્યારે ઇન્ફોસિસનું પરિણામ અપેક્ષા કરતા થોડું ઓછું છે.

અગ્રવાલે કહ્યુ કે, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે કોમોડિટીની ઊંચી કિંમતોને પગલે આ ત્રિમાસિકમાં તમામ ક્ષેત્રોમાં માર્જિન ઘટતો નજરે પડી રહ્યો છે. તેમણે કહ્યુ કે, “નિફ્ટી માટે અર્નિંગ ગ્રોથ ૨૩-૨૪ ટકા રહ્યો છે, પરંતુ દરેક ક્ષેત્રમાં માર્જિનમાં ઘટાડો આવી રહ્યો છે. આ માટે મને લાગે છે કે ઊ૧ એટલે કે જૂન ત્રિમાસિકમાં માર્જિન નુકસાન વધારે તીવ્ર અને વધારે વ્યાપક હશે.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.