વિકીએ મોડી રાત સુધી નેહા સાથે જિમમાં પાડ્યો પરસેવો
મુંબઇ, Vicky Kaushal એ બોલિવુડના હેન્ડસમ એક્ટરમાંથી એક છે. લાખો યુવતીઓ તેની પાછળ ફિદા છે. ફિલ્મ ‘મસાન’થી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારા એક્ટરે અત્યારસુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
સોશિયલ મીડિયા પર ખાસ્સા ફેન ફોલોઅર્સ ધરાવતો વિકી કૌશલ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે ફેન્સને અવગત રાખે છે. તે ઘણીવાર ફિલ્મના સેટ પરથી મ્જી વીડિયો અને વર્ક આઉટ વીડિયો શેર કરતો રહે છે.
બુધવારે વિકી કૌશલે મોડી રાતે વર્કઆઉટ કર્યું હતું અને તેને તેમા સાથ એક્ટ્રેસ-પત્ની કેટરીના કૈફ નહીં પરંતુ ફ્રેન્ડ નેહા ધૂપિયાએ આપ્યો હતો. એક્ટરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આકરો પરસેવો પાડતો વીડિયો શેર કર્યો હતો.
પહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, વિકી કૌશલ નેહા ધૂપિયા સાથે લેગ એક્સર્સાઈઝ કરી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ટ્રેનર ૧…૨…૩ કાઉન્ટ કરી રહ્યો છે. વીડિયોની સાથે એક્ટરે લખ્યું છે ‘આ અદ્દભુત મહિલા સાથે લેટ નાઈટ ડ્રિલ.
બીજા વીડિયોમાં વિકી કૌશલે નેહા ધૂપિયાના વખાણ કર્યા છે અને લખ્યું છે ‘તે જે કોઈ કામ કરે છે, તેમાં શ્રેષ્ઠ આપે છે. તે ફાઈટર છે’. ત્રીજા વીડિયોમાં વર્કઆઉટ પૂરું થતાં બંને એકબીજાને હાઈ-ફાઈ આપે છે.
આ સાથે લખ્યું છે ‘ગુડ ફાઈટ…ગુડ ફાઈટ…ગુડ નાઈટ’. પરસેવો પાડીને થાકીને લોથપોથ થયેલા બંને તેમની એક્સર્સાઈઝ મેટ પર જ ઊંઘી જાય છે.
એક્ટરે બેઝ કલરનું પેન્ટ, ગ્રે ટીશર્ટ અને બ્લેક શ્ વ્હાઈટ કેપ પહેરી છે. તો નેહા ધૂપિયા બ્લેક કલરના જિમ વેઅરમાં દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલ અને નેહા ધૂપિયા સારા મિત્રો છે.
એક્ટર અને કેટરીના કૈફના લગ્નમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રોને જ સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી નેહા ધૂપિયા અને પતિ અંગદ બેદી એક હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ છેલ્લે ફિલ્મ ‘સરદાર ઉધમ’માં જાેવા મળ્યો હતો.
આ સિવાય તેણે હાલમાં જ લક્ષ્મણ ઉટેકરની સારા અલી ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ આટોપ્યું છે, જેનું નામ હજી ફાઈનલ કરાયું નથી. તેની પાસે ‘ગોવિંદા મેરા નામ’ ફિલ્મ પણ છે. જેમાં કિયારા અડવાણા અને ભૂમિ પેડનેકર ઓપોઝિટમાં છે.SSS