Indian Idol-12 ફેમ સાયલીના ઘરે વાગશે શરણાઈ
મુંબઇ, મનોરંજન જગતમાં હાલ બોલિવુડના સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા ચાલી રહી છે. રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે અને આજે એટલે કે ૧૪ એપ્રિલે તેઓ પતિ-પત્ની બની જશે.
દરમિયાન, ટેલિવુડમાં પણ જલદી જ એક સેલિબ્રિટીને ત્યાં શરણાઈ વાગવાની છે. ઈન્ડિયન આઈડલ ૧૨ની સેકન્ડ રનર અપ સાયલી કાંબલે ફિઆન્સે ધવલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ધવલ અને સાયલીના લગ્ન પ્રસંગો શરૂ થઈ ગયા છે. જેની ઝલક સિંગરે સોશિયલ મીડિયા પર બતાવી હતી.
સાયલી અને ધવલના લગ્ન પ્રસંગોની શરૂઆત કેલવાન સેરેમની દ્વારા થઈ છે. આ મહારાષ્ટ્રીયન રિવાજ છે જે મુજબ વર અને કન્યાના પરિવારો એકબીજાને તેમના ઘરે જમવા બોલાવે છે. ઉપરાંત એકબીજાને ભેટ પણ આપે છે.
આ રિવાજનો મુખ્ય હેતુ છે કે બંને પરિવારોના સંબંધો સમધુર થાય. સાયલીએ પણ પોતાના કેલવાન સેરેમનીની ઝલક બતાવી હતી. જેમાં તે ધવલના ઘરે જાેવા મળે છે. ધવલના ઘરે સાયલીનું આરતી ઉતારી અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાયલી માટે ફૂલોથી કેડી કંડારવામાં આવી હતી. એક બાજઠ પર ભોજનની થાળી તૈયાર કરેલી હતી. બાજઠ પર થાળીની આસપાસ ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી. જમવામાં સાયલી માટે પૂરી, કટલેટ, શાક, દાળ-ભાત, ગુલાબજાંબુ, ખીર જેવી વાનગીઓ તૈયાર કરાઈ હતી.
લગ્નને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાયલી ખૂબ ખુશ દેખાઈ રહી હતી. કેલવાન બાદ માંડવા સ્થાપન થયું હતું. જેમાં સાયલી મરાઠી મુલગીને જેમ તૈયાર થઈ હતી. મંડપ સ્થાપન માટે સાયલીએ કેસરી અને લાલ રંગની સાડી પહેરી હતી.
જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. સાયલી અને ધવલે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જેની ઝલક બતાવતો એક વિડીયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોશૂટનો બિહાન્ડ ધ સીન વિડીયો સાયલીએ શેર કર્યો છે.
આ વિડીયો પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. વિડીયોમાં સાયલી ક્યારેક સાડીમાં તો ક્યારેક વેસ્ટર્ન આઉટફિટમાં જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સાયલીએ બોયફ્રેન્ડ ધવલ સાથે ડિસેમ્બર ૨૦૨૧માં સગાઈ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ની કન્ટેસ્ટન્ટ સાયલી શો ભલે ના જીતી પરંતુ લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી. સાયલી પોતાના કો-કન્ટેસ્ટ્ન્ટસ પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ સાથે યુએસમાં મ્યૂઝિક ટૂર પર પણ ગઈ હતી. હાલમાં જ અન્ય એક કન્ટેસ્ટન્ટ આશિષ કુલકર્ણી સાથે સાયલીનું ગીત ‘નઝરાના’ રિલીઝ થયું છે.SSS