Western Times News

Gujarati News

અંકિતાએ હનીમૂનનો કિસ્સો સંભળાવતા હસી પડ્યા કન્ટેસ્ટન્ટ્‌સ

મુંબઇ, ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સમાંથી એક અંકિતા લોખંડે અને વિકી જૈન હાલ રિયાલિટી શો ‘Smart Jodi’માં જાેવા મળી રહ્યા છે, જેનો અપકમિંગ હનીમૂન સ્પેશિયલ રહેવાનો છે.

આ એપિસોડમાં અંકિતા લોખંડે તેના હનીમૂન સાથે જાેડાયેલો એક એવો કિસ્સો શેર કરશે, જે સાંભળીને અન્ય કન્ટેસ્ટન્ટ્‌સ પેટ પકડીને હસશે તો વિકી જૈન શરમાઈ જશે. રિયાલિટી શોના અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં વિકી જૈન અને અંકિતા લોખંડે તેમની ફર્સ્‌ટ નાઈટમાં શું થયું હતું તેનો ખુલાસો કરતા જાેવા મળી રહ્યા છે.

પ્રોમોમાં જાેઈ શકાય છે કે, અંકિતા લોખંડે અને વિકી જૈન બેડ પર બેઠા છે. એક્ટ્રેસે તેના માથા પર લાલ કલરની ચુંદડી ઓઢી છે અને બેકગ્રાઉન્ડમાં ‘સુહાગરાત હૈ ઘુંઘટ ઉઠા રહા હું મેં’ સોન્ગ વાગી રહ્યું છે.

મનીષ પૌલ બંનેને પૂછે છે કે, ‘સુહાગરાત પર તમે હનીમૂન મનાવ્યું હતું કે નહીં?’, જેના જવાબમાં વિકી જૈન ‘ના’ કહે છે. તેની વાતો સાંભળીને બધા હસી પડે છે તો અંકિતા લોખંડે પણ અજીબ એક્સપ્રેશન આપે છે. આગળ વિકી કહે છે કે ‘કારણ કે એ દિવસે સુહાગરાત થઈ જ ન શકી, તે રાતે’, તો અંકિતા કહે છે ‘અરે યાર આ તો આવીને ઊંઘી ગયો હતો. મને હતું કે તે થોડો તૈયાર થઈને આવશે.

એકદમ મસ્ત. જે બાદ મનીષ પૌલ અર્જુન બિજલાનીને પૂછે છે ‘અર્જુન, તું તો મસ્ત હનીમૂન પર ગયો હશે નહીં?’ એક્ટરની પત્ની જવાબમાં ‘ના, અમારી સાથે એવું કંઈ થયું નહોતું’ આટલું કહીને તે શરમાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ અંકિતા લોખંડે અને વિકી જૈને ડિસેમ્બર, ૨૦૨૧માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ધામધૂમથી થયા હતા.

આ પહેલા અંકિતા લોખંડે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં હતી. તેના નિધન બાદ વિકી જૈને તેને ખૂબ સારી રીતે સંભાળી હતી અને એક્ટરના પરિવારને મદદ કરવામાં સપોર્ટ પણ આપ્યો હતો. ‘સ્માર્ટ જાેડી’ના એક એપિસોડમાં અંકિતા લોખંડેએ વિકી જૈનના ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ‘વિકીને મળ્યા બાદ મને સમજાયું કે પ્રેમ શું છે. તે મને જેટલો પ્રેમ કરે છે એટલો મને કોઈ કરી શકે નહીં’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.