કેન્દ્રીય વિદ્યાલયોમાં એમપી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ક્વોટામાં હવે પ્રવેશ નહીં મળે
નવીદિલ્હી, કેન્દ્રીય વિદ્યાલય સંગઠને સંસદ સભ્યના ક્વોટા અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ક્વોટામાંથી સ્કૂલોમાં એડમિશન પર મોટો ર્નિણય લીધો છે કેવીએસએ એમપી ક્વોટા અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ક્વોટા સહિતની વિશેષ જાેગવાઈઓ હેઠળ આગામી આદેશો સુધી કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
ગયા અઠવાડિયે લોકસભામાં જ્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ દેશના કેન્દ્રીય વિદ્યાલયોમાં સાંસદ ક્વોટાની બેઠકો વધારવા અથવા ખતમ કરવાની માગણી ગૃહની સામે મૂકી હતી, ત્યારથી રાજકીય ચર્ચા ચાલી રહી હતી.
ઘણા સાંસદોએ આ ક્વોટાને ભેદભાવપૂર્ણ ગણાવીને નાબૂદ કરવાની માંગ કરી હતી, જ્યારે ઘણા તેને નાબૂદ કરવાને બદલે બેઠકોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોને આ અંગે ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમય દરમિયન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે સંસદનો ક્વોટા વધારવો કે નાબૂદ કરવો તે ગૃહ નક્કી કરશે.
વર્ષ ૧૯૭૫માં કેન્દ્ર સરકારે એક વિશેષ યોજના હેઠળ કેન્દ્રીય વિદ્યાલયોમાં સાંસદ ક્વોટા નક્કી કર્યો હતો. આ અંતર્ગત લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો માટે બેઠકોની સંખ્યા નક્કી કરવામાં આવી હતી. તેના દ્વારા જનપ્રતિનિધિઓ તેમના વિસ્તારના અગ્રણી અને જરૂરિયાતમંદ લોકોને સુવિધાઓ પૂરી પાડી શકે છે.
સાંસદો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને કૂપન મોકલે છે અને પ્રવેશ માટેના વિદ્યાર્થીની સંપૂર્ણ વિગતો મોકલે છે. તે પછી સંસ્થા દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા વિદ્યાર્થીનું નામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે અને તે પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે. જાે કે, નોંધનીય છે કે આ સુવિધા માત્ર ૧ થી ૯ ધોરણ સુધી જ લાગુ છે. સાંસદોની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ પ્રવેશ મેળવવા માટે ૪૫૦ વિદ્યાર્થીઓનો ક્વોટા આપવામાં આવ્યો છે.HS