Kashmir Files પછી હવે Delhi Files : વિવેક અગ્નિહોત્રીની જાહેરાત
મુંબઇ, ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ ‘ કાશ્મીર ફાઇલ્સ’ ની સફળતા બાદ હવે ‘ દિલ્હી ફાઇલ્સ’ ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.
વિવેક અગ્નિહોત્રી એ જોકે હાલ ફિલ્મનુ ટાઇટલ જ જાહેર કર્યું છે. ફિલ્મ ની કથા અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આ ફિલ્મ 84 ના રમખાણો, જેએનયુ કે અરવિંદ કેજરીવાલ સરકારના શાસન પછીની ઘટનાઓ અંગે હોઈ શકે છે એવી અટકળો થઈ રહી છે.
અગ્નિહોત્રી એ સોશિયલ મીડિયા પોસ્ટ થકી જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિન્દુઓના નરસંહાર અંગે જણાવવું જરૂરી હતું. ચાર વર્ષ અમે તેના પર મહેનત કરી હતી. હવે નવી ફિલ્મ નો સમય પાકી ગયો છે.
માત્ર 15 કરોડના બજેટમાં બનેલી ‘ કાશ્મીર ફાઇલ્સ’ અભૂતપૂર્વ અને સ્વયંભૂ જાણ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ફિલ્મ એ 300 કરોડ થી વધુ ની કુલ કમાણી કરી હતી. ફિલ્મમાં અનુપમ ખેર અને પલ્લવી જોશી સહિતના કલાકારોએ ભૂમિકા ભજવી હતી.
અગ્નિહોત્રીએ અગાઉ, ‘તાશ્કન્દ ફાઇલ્સ’ ફિલ્મ બનાવી હતી. તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ના અચાનક નિધન અંગેની ઘટનાઓ દર્શાવતી ફિલ્મ ને બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા.