ભૈયાજીની પાણી-પુરી જેવી મજા અમદાવાદીઓને બીજે ક્યાંય આવતી નથી
અનલિમિટેડ- ડીસ્ટીલ વોટરવાળી પકોડીવાળા આયા અને ગયા પણ….
રસ- બાંસુદી કે શીખંડ ખાઈને કંટાળેલા લોકો પીત્ઝા, સેન્ડવીચ, ઈડલી- ઢોંસા, પકોડી, ચોળાફળી ખાવા તૂટી પડે છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, આમ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રસ્તા પર લારીઓ- રેંકડીમાં મળતા ખાદ્યપદાર્થો ગુણવત્તા જાેઈને ખાવા જાેઈએ પરંતુ કોણ જાણે ઉનાળામાં જ પકોડી- ચોળાફળી કે ચટપટુ ખાનારાઓની સંખ્યા વધી જાય છે. ઉનાળામાં શાકભાજી ભાવતા નથી.
રસ- બાંસુદી કે શીખંડ ખાઈને કંટાળેલા લોકો પીત્ઝા, સેન્ડવીચ, ઈડલી- ઢોંસા, પકોડી, ચોળાફળી ખાવા તૂટી પડે છે. આજકાલ કાળઝાળ ગરમીમાં રસ્તામાં જાેઈશું તો પકોડીની લારીઓ પર સંખ્યા વધારે જાેવા મળશે. તેમાંય અમુક જગ્યાઓ પર તો અનલિમિટેડ પકોડીની સ્કીમ હોય છે.
રૂ.૭૦ કે ૧૦૦માં અનલિમિટેડ પાણી પૂરી. ભૂતકાળમાં આવી ઘણી સ્કીમો આવી ગઈ. અરે ! ડીસ્ટીલવોટરમાં પકોડીવાળા આવીને જતા રહયા. પણ ભૈયાજીની પાણીપૂરીની મજા અમદાવાદીઓને કોઈ જગ્યાએ આવતી નથી. અનલિમિટેડ પાણીપૂરીમાં ચટાકેદાર ટેસ્ટ હોતો નથી.
સાવ સિમ્પલ પાણી પૂરી ખાવાવાળો એક વર્ગ છે પરંતુ લગભગ મોટાભાગનાને ચટપટી અને તમતમતી પાણીપૂરી પસંદ હોય છે. આજકાલ તો લગ્નપ્રસંગોમાં સ્ટાર્ટીંગમાં ગોલગપ્પા (પાણી પુરી, રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેમ છતાં ભૈયાજીની લારી પર પાણીપૂરી ખાવાની મજા કંઈક ઔર જ હોય છે
તેથી લોકો “હાયજેનીક” જેવા ભારે શબ્દોને બાજુએ રાખીને રસ્તા પરની લારી પર મળતી પકોડી ખાવાનું પસંદ કરે છે. રૂ.૧૦-ર૦ની પકોડી પર એક-બે મસાલાવાળી અને કોરીતો ખાવાની જ. એ તો આપણો હક્ક છે તેવુ પકોડી ખાનારાઓ માનતા હોય છે.
પાણી પુરી વેચતા ભૈયાજીઓ અમદાવાદના પાણીપૂરી ચાહકોને ઓળખી ગયા છે અને એટલે જ મસાલાવાળી પાણીપૂરી આપવામાં આનાકાની કરતા નથી. ઘણા ઘરોમાં તો પકોડી તૈયાર લઈ આવે છે અને પાણી ઘરે બનાવી દેવાય છે. ઘરના મેમ્બરો ધરાઈને પાણી પૂરી ખાઈ શકે છે
પાણીપૂરીમાં વટાણા- ચણા, રગડાવાળી મુખ્ય હોય છે હવે તો પૂરી નો ચૂરો કરી અંદર મસાલો નાંખીને આપવામાં આવે છે. ઓફિસેથી ઘરે જવામાં બે-ત્રણ કલાકનો સમય બાકી હોય ત્યારે ઘણા સ્થળોએ ઓફિસ કર્મચારીઓ ૧૦-ર૦ની પાણીપૂરી ખાઈ લે છે.
સસ્તુ પડે અને બે-ત્રણ કલાક આસાનીથી નીકળી જાય છે. અમદાવાદમાં પકોડીની ખરી અછત શિવરાત્રીમાં પડે છે. શિવરાત્રીએ મોટાભાગના પકોડીવાળા ઠંડાઈ વેચતા થઈ જાય છે પકોડી નાના-મોટા સૌ કોઈને પસંદ છે બોલિવુડના કલાકારો તેમાંથી બાકાત નથી.
ઉનાળામાં એક જ પ્રકારના ખાવાનાથી કંટાળેલા લોકો પાણી પૂરી ખાઈને જીભ પર ટેસ્ટ લાવે છે. જાેકે ગરમીના કારણે પાણી- બટાકા ખરાબ થઈ ન ગયા હોય તેનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે.