ભારત વિકાસ પરિષદ જાેધપુરને બિમાર વ્યક્તિઓની સેવાર્થે વ્હીલચેર અર્પણ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ભારત વિકાસ પરિષદ જાેધપુર શાખા દ્વારા આયોજીત ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક પ્રસંગે જરૂરીયાતમંદ બિમાર વ્યક્તિઓનેે માટે વિનામૂલ્યે વ્હીલચેર આપવામાં આવી હતી. આજના શુભપ્રસંગે અન્ય મેડીકલ સાધનોની સાથે વ્હીલચેર સેવા માટે આપવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો માટે જાેધપુર વોર્ડ ભારત વિકાસ પરિષદના મંત્રી નરપતરાજ ચોપડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં જાેધપુર વોર્ડની પરિષદના કાર્યાલમાં મેડીકલને લગતી સુવિધાઓ નાગરીકોને વિનામૂલ્યે મળી રહે એ માટે વ્યવસ્થા ઉભી કરાશે.
કોરોનાના સમયમાં ઓક્સિજન સીલીન્ડરના પાંચ નંગ પ્રજાકીય સેવા માટેે ઉપલબ્ધ કરાવાયા હતા. આજે ત્રણ નવા વ્હીલચેર અર્પણ કરાયા હતા.આગામી સમયમાં એમ્બ્યુલન્સ ની સેવા પણ મળી રહે એ માટે એમ્બ્યુલન્સ ખરીદવા વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં દાતાઓ છૂટા હાથે દાન કરે છે. વળી, ભારત વિકાસ પરિષદના સભ્યો પણ પોતે કોઈપણ વસ્તુની ખરીદી માટેે રકમ આપે છે.
માત્ર જાેધપુર નહીં પરંતુેુ સેટેેલાઈટ સહિતના આસપાસના વિસ્તારમાં નાગરીકોને વિનામૂલ્યે મેડીકલ સાધનો મળી રહે એ માટે પૂરા વર્ષનુૃ આયોજન કરવામાં આવ્યુ છે.
પાલડી ખાતે ભારત વિકાસ પરિષદના કાર્યાલયમાં જે સુવિધાઓ છે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તરફ આગળ વધી રહ્યા છે. આ પ્રસંગે જાેધપુર વોર્ડ ભાજપના વરિષ્ઠ અગ્રણી આશિષભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.