45 કરોડનું ડ્રગ્સ અમદાવાદમાં ઘુસાડવા મહિલા કેરિયરને 1.20 લાખ ચૂકવાયા હતા
ઝિમ્બાબ્વેની મીકીની હેન્ડ બેગની ચેસીસમાં સંતાડેલી બ્રાઉન પાવડરની ચાર પ્લાસ્ટીકની થેલીમાંથી ૬ કિલો અંદાજે રૂ. ૪પ કરોડ જેટલું હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું.
ભારતમાં હેરોઈન ઘુસાડવા કેરિયરને એક ફેરાના ૧,પ૦૦ યુએસ ડોલર ચુકવાય છે- એરપોર્ટ પરથી પકડાયેલી મીકી આઈરીનને સાબરમતી જેલમાં મોકલી દેવાઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી ઝિમ્બાબ્વેની મીકી આઈરીન નામની મહીલા પ્રવાસી પાસેથી રૂા.૪પ કરોડનો હેરોઈનો જથ્થો ડીરેકટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ ડીઆરઆઈએ (DRI- Directorate of Revenue Intelligence) ઝડપી લીધી હતી. આ ઝિમ્બાબ્વેની મીકીને ડીઆરઆઈએ કોર્ટમાં રજુ કરતા તે ગંભીર બીમારીથી પીડાતી હોવાની રજૂઆત કરાઈ હતી. DRI Nabs Zimbabwean With Rs 42 Cr Of Heroin At Ahmedabad Airport Gujarat
ત્યારે કોર્ટે મહીલાને સાબરમતી જેલમાં મોકલી જેલ સત્તાવાળાઓને મેડીકલ ટ્રીટમેન્ટ પુરી પાડવા માટે નિર્દેશ આપ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય દાણચોરોની ભીંસ બીમારી ગરીબીમાં સપડાયેલા વિદેશી નાગરીકોની મજબુરીની ગેરલાભ ઉઠાવી તેમને ટોકન ડોલરની લાલચે આ રીતે ડ્રગ્સ ઘુસાડવામાં કેરીયર બાનવી દેવાતા હોવાનું બહાર આવ્યું છે.
ઝિમ્બાબ્વેની મીકીની હેન્ડ બેગની ચેસીસમાં સંતાડેલી બાઉન પાવડરની ચાર પ્લાસ્ટીકની થેલીમાંથી ૬ કિલો રૂા.૪પ કરોડ જેટલું હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. એ હેરોઈનો જથ્થો અબુધાબીથી દિલ્હી પહોચાડવા માટે આપ્યો હતો. જેના પેટે મીકીને ૧પ૦૦ યુએસ ડોલર આપવાનું નકકી કર્યું હતું.
દિલ્હીમાં જેને હેરોઈનનો જથ્થો આપવાનો હતો તેનો મોબાઈલ નંબર જ તેને આપવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વેની કોઈક મિસિસ ફૈથ નામની મહીલાએ મીકીને વોટસએપ મેસેજથી આ પેકેટ ભારત પહોચાડવા માટે કેરીયર તરીકે કામ કરવાની ઓફર કરી હતી.
તેને દર ફેરા દીઠ ૧પ૦૦ યુએસ ડોલરનું ડીલ ઓફર થયેલું. જે મીકીએ સ્વીકારી લીધું હતું. ડીઆરઆઈએ દ્વારા મીકી પાસેથી મોબાઈલ નંબર મેળવીને દિલ્હીમાં તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પર આવી રહી છે. તે તેની સાથે માદક દ્રવ્યો લાવી રહી હોવાની મળેલી બાતમીને આધારે ડીઆરઆઈ અધિકારીઓએ ૧ર એપ્રિલે એરપોર્ટ પરથી આ મહીલાની ધરપકડ કરી હતી.