રિક્ષામાં બેસીને ટીનેજરો આ વસ્તુ સુંઘવાના રવાડે ચઢ્યા છે
શ્રમિક વિસ્તારના ટીનએજરો નશો કરી રહ્યા છે
પાલનપુર, પાલનપુર શહેરમાં દિનપ્રતિદિન નશાખોરીના ગ્રાફમાં વધારો થઇ રહ્યો છે. રોજેરોજ અવનવા નુસ્ખાઓ યુવાનો અને ટીનેજરો અપનાવી રહ્યાં છે. હાલમાં સાઈકલના ટાયર પંક્ચરની સોલ્યુશન ટ્યુબનાં વેચાણમાં વધારો થવા લાગ્યો છે. કેટલાક તત્વો દ્વારા પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે ટીન એનજરોને નશાના રવાડે ચડાવી રહ્યાં છે.
૭ વર્ષથી દસ વર્ષની વચ્ચેના ટીનેજરો નશાના રવાડે ચડી ગયા છે. આ નશાનું એપી સેન્ટર ડીસા છે. ડીસામાં મોટા પ્રમાણમાં આ ટ્યુબોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના નવીન પોલીસવડા અક્ષયરાજ મકવાણા આ સંદર્ભે ગંભીરતા દાખવીને બનાસકાંઠા જિલ્લા સહિત શહેરની અન્ય પોલીસ આ સંદર્ભે સતર્ક રહી કામ કરે તે જરૂરી છે.
એકાંત સ્થળે તેમજ રાત્રિદ દરમ્યાન પાર્ક કરેલી રિક્ષામાં બેસીને ટીનેજરો અને યુવાનો આ નશો કરી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારીને આ સંદર્ભે કડક કાર્યવાહી કરે તેવી જાગૃત નાગરિકો અને વાલીઓની માંગ છે.