આયાત જકાતમાં વધુ ઘટાડો કરવાની સરકારની તૈયારી
મુંબઇ, ખાદ્ય તેલ આગામી દિવસોમાં સસ્તું થઈ શકે છે. સરકારી કાચા ખાદ્ય તેલ પર લાગતી આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. આ ઘટનાની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે કાચા ખાદ્ય તેલ પર લાગતી બે સેસમાં ઘટાડો કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત સરકાર ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યૂટી પર લાગૂ કપાતને પણ ૩૦મી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે. કાચા ખાદ્ય તેલ પર હાલ ૫.૫ ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. સરકારે અમુક મહિનાઓ પહેલા ડ્યૂટી ૮.૫ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા કરી હતી.
વર્તમાન ટેક્સ વ્યવસ્થામાં બેઝિક કસ્ટમ ડ્યૂટી સામેલ નથી, જે હાલ તમામ કાચા ખાદ્ય તેલની આયાત કરવા પર શૂન્ય છે. તેના બદલે બે સેસ લાગૂ કરવામાં આવી છે. જેમાં એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ અને સોશિયલ વેલફેર સેસ સામેલ છે.
ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ સરકારે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસને ૭.૫ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી હતી. જેનાથી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યૂટી ૮.૫ ટકાથી ઘટીને ૫.૫ ટકા થઈ હતી. ઇમ્પોર્ટ ડ્યૂટીમાં આ રાહત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી લાગૂ છે.
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના અધિકારીઓએ જણાવ્યું કે, આ સેસમાં હજુ વધારે ઘટાડો કરવામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે રશિયા-યુક્રેન યુદ્ધ અને અન્ય પરિસ્થિતિઓને પગલે વૈશ્વિક સ્તર પર ખાદ્ય તેલના ઉત્પાદન અને સપ્લાઇ પર અસર પડી છે, જેના પગલે કિંમતો વધી છે.
ભાવ વધારાનો બોઝ ગ્રાહકો પર ન પડે તે માટે સરકારે ઓક્ટોબર, ૨૦૨૧થી લાગૂ ડ્યૂટીમાં કપાત કરી છે, જે સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી લાગૂ છે. ખાદ્ય તેલ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂમાં સૌથી પહેલા જૂન ૨૦૨૧ દરમિયાન કપાત કરવામાં આવી હતી. જે બાદમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો હતો.
એ સમયે કપાત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લાગૂ હતી. જાેકે, ખાદ્ય તેલની રિટેલ કિંમત વધારે જ રહી હતી, જેના પગલે કપાત ચાલૂ જ રહી હતી. ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન પામ ઑઇલ, સોયાબીન ઑઇલ અને સનફ્લાવર ઑઇલ પર લાગતી તમામ ઇમ્પોર્ટ ડ્યૂટીને ૩૧મી માર્ચ, ૨૦૨૨ સુધી રદ કરવામાં આવી હતી. જે બાદમાં કાચા પામ ઑઇલ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી ૨૪.૭૫ ટકાથી ઘટીને શૂન્ય થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ ટકા પામ ઑઇલ કાચા સ્વરૂપમાં જ ખરીદે છે. ખાદ્ય તેલ અને તેલીબિયાંની કિંમતો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજ્યોને આ કોમોડિટીમાં સ્ટોક મર્યાદા લાગૂ કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યુ છે કે તેઓ સપ્લાઈ બનાવી રાખે અને કોઈ જ અડચણ વગર આદેશને લાગૂ કરે.SSS