દિલ્હીમાં કોરોનાના નવા કેસ ૫૦૦ને પાર પહોંચ્યા

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો સાથે સંક્રમણનો દર સતત વધી રહ્યો છે. રવિવારે દિલ્હીમાં Covid-19 ના નવા કેસ ૫૦૦ને વટાવી ગયા. જ્યારે ચેપ દર ૪.૨૧ ટકા પર પહોંચી ગયો છે. દિલ્હીમાં સતત વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની ગયા છે. જાેકે, રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.
દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે ફરીથી કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૭ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૬૧ દર્દીઓને રજા આપવામાં આવી હતી. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૮,૬૮,૫૫૦ લોકો સંક્રમિત થયા છે.
જેમાંથી ૧૮,૪૦,૮૭૨ દર્દીઓ સાજા થયા છે. ૨૬,૧૬૦ દર્દીઓના મોત થયા છે. રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.
દિલ્હી સરકાર કોરોનાના વધી રહેલા કેસથી ચિંતિત છે. દેશની રાજધાનીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શનિવારે, કોરોનાના ૪૬૧ કેસ નોંધાયા હતા જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. સરકાર દ્વારા કોરોનાને લઈને એક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે કે જે શાળામાં કોરોનાના કેસ આવશે તે શાળાની પાંખ કે વર્ગ બંધ કરવામાં આવશે.HS