Western Times News

Gujarati News

ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલનો IPO 21મી એપ્રિલે ખુલશે

અમદાવાદની ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડ આઇપીઓ થકી રૂ 49 કરોડ એકત્ર કરશે

રુ 140ના એક એવા ભાવથી 1000ના લોટમાં તેના શેર IPO થકી ઓફર કરશે.

અમદાવાદ સ્થિત ગ્લોબલ લોંગ લાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડ (ગ્લોબલ હોસ્પિટલ) બોમ્બે સ્ટોક એક્સચેંજના એસએમઇ પ્લેટફોર્મ બીએસઇ એસએમઇ પર આઇપીઓ લાવી રહી છે. GLOBAL LONGLIFE HOSPITAL AND RESEARCH IPO TO OPEN ON 21ST APRIL 2022.

ગ્લોબલ લોંગ લાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડનો હેલ્થકેર સગમેન્ટનો આઇપીઓ 21મી એપ્રિલ 2022 થી ખુલ્લો મુકાશે અને તારીખ 25મી એપ્રિલે 2022એ બંધ થશે. ગ્લોબલ હોસ્પિટલ ગ્લોબલ હોસ્પિટલ બીએસઇ એસએમંઇ પર આઇપીઓ થકી પ્રાયમરી માર્કેટમાંથી રૂ 49 કરોડ એકત્ર કરશે. જેમાં કંપની રુ 140ના એક એવા ભાવથી 1000ના લોટમાં તેના શેર આઇપીઓ થકી ઓફર કરશે.

ગ્લોબલ હોસ્પિટલ 2012માં પ્રાઇવેટ કંપની તરીકે કાર્ય શરુ કરનારી આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી મલ્ટી સ્પેશિયાલીટી કંપની કાર્યરત થઇ હતી જે ગ્લોબલ લોંગ લાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડ વર્ષ 2021માં પબ્લિક લિમીટેડ કંપની બની છે. કંપનીના સ્થાપક અને માર્ગદર્શક સુરેશભાઇ જાનીએ નિષ્ણાંત તબીબો અને રોકાણકારોની મદદથી આંતરરાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય -સ્વાસ્થ્ય સેવા સ્થાનિક સ્તેરે પહોચાડવા આ ક્ષેત્રે ઝંપલાવ્યું છે.

ગ્લોબલ હોસ્પિટલમાં 110 બેડ સાથે અમે અમારી સેવા નીતીમાં જે તે તબીબો ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ તેમના દર્દીઓને અહીં ભરતી કરી શકે તે બાબતનો સમાવેશ કર્યો છે.

30 ડિસેમ્બર 2021ની સ્થિતીએ હાલમાં 11 જેટલા પુર્ણકાલીન તબીબો ઉપરાંત 30 જેટલા અનુભવી તબીબો સલહકાર તરી્કે સેવા આપી રહ્યા છે.અમારા સ્ટાફની સંખ્યામાં 37 નર્સીંગ સ્ટાફ, 50 થી વધુ પેરા મેડિકલ અને અન્ય સહાયક કર્મચારીઓ સહિત કુલ 154 કર્મચારીઓ આરોગ્ય સેવા આપવાનાં માળખામાં ગ્લેબલ હોસ્પિટલ સાથે જોડાયેલા છે.

ગ્લોબલ હોસ્પિટલના નાંણાકિય પરિણામની વિગતો જોઇએ તો. વર્ષ 2020-21માં ગ્લોબલ હોસ્પિટલે તેના કામગીરીમાંથી રૂ 32.70 કરોડની આવક મેળવી હતી જયારે કંપનીનો કરવેરા પછીનો નફો રૂ. 1.03 કરોડનો હતો.

ચાલુ નાંણાકિય વર્ષમાં ડિસેમ્બર 2021 સુધીના પરિણામ જોઇએ તો કંપનીએ કુલ રૂ. 26.50 કરોડની આવક મેળવી છે અને કંપનીનો આ સમયગાળા દરમિયાનનો કરવેરા પછીનો નફો રૂ.3.86 કરોડનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.