ચકલીઘરોની વધતી જતી ડીમાન્ડ , કચ્છનાં અનેક ગામો-શહેરોમાં જીવદયાનું થઇ રહેલું કાર્ય
ભુજ:સખત ગરમી અને બળબળતા તાપમાં અબોલા જીવોને પીવા પાણી મળે તેવું જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અનેક સંસ્થાઓ ભુજની માનવજ્યોત સંસ્થા સાથે જાેડાઇ કચ્છભરમાં જીવદયાનું કાર્ય આગળ ધપાવી રહેલ છે. તરસ્યા પક્ષીઓને તથા ગાય માતાઓ, શ્વાનોને પીવા પાણી મળે એ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહેલ છે.
શ્રી મા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ -નરા, સીતારામ ફ્રેન્ડસ ગ્રુપ-નખત્રાણા, સોમનાથ મિનરલ્સ-ધાણેટી, ઉમિયા ગ્રુપ- નખત્રાણા, ઢોરી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી, માધાપર જૈન સમાજ, સ્વ. કાનજી કરશનજી જાડેજા – બીબર, ક.દ.ઓ. જૈન યુવક મંડળ-ભુજ, રાધે ક્રિષ્ના મોબાઇલ-માનકુવા, ભુજ પશ્ચિમ રેન્જ, અરવિંદભાઇ જાેષી-ગોધરા, શાયરા,સાંધાણ, રાપરગઢવારી, સણોસરા, માધાપર, મમુઆરા, જલારામ મંદિર-કોઠારા, દામજીભાઇ ચૌહાણ-કોઠારા, પ્રેમરત્ન પરિવાર-શંખેશ્વર, જીવદયા અભિયાન -બળદીયા, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, બેંક ઓફ ઇન્ડીયા-ભુજ તથા અનેક સંસ્થાઓએ કુંડા-ચકલીઘર પોતાનાં ગામ-શહેરોમાં લગાડી જીવદયાનું કાર્ય આગળ ધપાવી રહ્યા છે.
ચકલીઓ માટે રૂપકડા માટીનાં ચકલીઘરો ઠેર-ઠેર લટકતા જાેવા મળી રહ્યા છે. આ કાર્ય ચાલુ વર્ષે સમગ્ર કચ્છમાં પહોંચ્યું છે. અઢી વર્ષ કોરોના કાળમાં પસાર કર્યા બાદ લોકો સામે ચાલી જીવદયાના આ કાર્યમાં જાેડાઇ રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા-ચકલીઘર કચ્છભરમાં પહોંચ્યા છે. રૂપકડી ચકલીઓ અને અન્ય પક્ષીઓ કુંડા ઉપર આવીને પાણી પીને પોતાની તરસ છીપાવી રહેલ છે. પુણ્યનું આ જીવદયા કાર્ય હવે દરેક લોકો, મંડળો, ટ્રસ્ટો, મહિલા મંડળો, મંદિરો કરી રહ્યા છે. જેથી માનવજ્યોતનાં પક્ષી બચાવ અભિયાનને સફળતા મળી રહેલ છે.
માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, અરવિંદ ઠક્કર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાેષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, જેરામ સુતાર, દિપેશ ભાટિયા તથા દરેક કાર્યકરો જીવદયાનાં આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે.