CNGના ભાડા વધશે તો પેસેન્જરો ઘટશે
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ,CNGમાં સતત ભાવ વધારાને કારણે અમદાવાદ સહિત રાજયભરના ઓટો રીક્ષાચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. CNGમાં ભારે ઉછાળો આવ્યો છે. પરંતુ તેની સામે રીક્ષાચાલકો જૂના કાર્ડ પ્રમાણે જ ચાલી રહ્યા છે. જાે કે અમુક જગ્યાએ તો રીક્ષાચાલકો મીનીમમ ભાડુ રૂા.૧૮ની જગ્યાએ રૂા.૩૦ લઈ રહ્યાની વ્યાપક ફરીયાદ ઉઠી રહી છે. તેમ છતાં મીટરથી રીક્ષા ફેરવતા ઓટો ચાલકો ભાવવધારાની રાહ જાેઈને બેઠા છે. મીટર પ્રમાણેનુૃ મીનીમમ ભાડુ રૂા.૧૮ થી વધારી આપવામાં આવે તથા બીજા સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવે એવુ ઈચ્છી રહ્યા છે.
રીક્ષા ભાડામાં થયેલા ભાવ વધારાને કારણે આમેય સ્પેશ્યલ રીક્ષામાં જતાં પેસેન્જરો ઓછા થયા હતા. ત્યાં CNGના ભાવમાં સતત વધારાને કારણે ઓટો ચાલકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આગામી દિવસોમાં રીક્ષાભાડા વધશે તો સ્પેશ્યલ રીક્ષામાં કોણ બેસશે? એવો સવાલ રીક્ષાચાલકો કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ધવતા ભાવથી સામાન્ય જનતા ભારે પરેશાન છે. પરિણામે શટલ રીક્ષા તથા બસમાં જનારા નાગરીકોની સંખ્યા વધી છે. ઓટો રીક્ષાના ભાડા વધશે તો પેસેન્જરો નહી મળે એવો ભય રીક્ષાચાલકો વ્યક્ત કરી રહ્યા છે.
આગામી દિવસોમાં સરકાર આ દિશા તરફ કઈક વિચારે એવી લાગણી વ્યક્ત થઈ રહી છે. રીક્ષાચાલકો ગેસના વધતા ભાવને લઈને નારાજગી છે જાે કે યુક્રેન-રશિયા વચ્ચેે ભીષણ યુધ્ધને કારણે CNGના ભાવ વધ્યા હોવાનો મત પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.