Western Times News

Gujarati News

ગામડાઓમાં ટેકનોલોજીથી અજાણ લોકો પાસે ATM પીન માંગી છેતરપિંડી

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ઓનલાઈન ગઠીયાઓનો સકંજાે કસાયો-હિન્દી ભાષી ઓનલાઈન ગઠીયાઓએ માયાજાળ

મોડાસા, ATMના પીન નંબર માંગી બેન્ક ગ્રાહકો સાથે છેતરપિંડીના કિસ્સા વધ્યા છે અને બેન્ક ગ્રાહકનું ATM બંધ થયું હોય તો સોફ્ટવેરથી તેની જાણકારી મેળવી જે તે ગ્રાહકના બંધ કાર્ડના પાસવર્ડ માંગી ખાતામાંથી નાણાં સેરવી લેવાના બનાવ પોલીસ દફતરે દર્જ થઈ રહ્યા છે.

જિલ્લામાં બેન્ક ગ્રાહકો સાથે થયેલ છેતરપિંડીમાં મોબાઈલ નંબર અપાતા હોવા છતાં ચીટર ગેંગ પહોંચની બહાર છે.
કેન્દ્ર સરકારે રૂા.૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટો બંધ કર્યા પછી નાણાંકીય વ્યવહાર વધી ગયા છે. તેમાંય ATM થી નાણાં ઉપાડતા હોય છે.

ત્યારે જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી હિન્દી ભાષી ઓનલાઈન ગઠીયાઓએ માયાજાળ પાથરતાં બેન્ક ગ્રાહકોના ખાતામાંથી હજારોની રકમ બારોબાર ઉપડી રહી છે. કોઈપણ બેન્ક અધિકારી ફોન કરીને એકાઉન્ટ નંબર અથવા પીન નંબરની માંગણી કરતા નથી

પરંતુ ગઠીયાઓ ગ્રાહકોને છેતરવામાં સફળ રહેતા હોય છે. પોતે બેન્ક મેનેજર બોલે છે તેમ કહી ગ્રાહકો પાસેથી ચાલાકીપૂર્વક ATM ના પીન નંબર જાણી છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. બેન્ક તેમજ પોલીસ દ્વારા આ પ્રકારની ફ્રોડ અટકાવવા માટે જાગૃત રહેવાની સૂચનાઓ છતાં રોજ ગ્રાહકો ઓનલાઈન છેતરપિંડીના થોકબંધ ગુના પોલીસ દફતરે નોંધાયા છે પરંતુ ચીટર ગેંગ પોલીસ પકડથી દૂર છે.

માત્ર એક જ કિસ્સામાં પોલીસને સફળતા મળતાં દિલ્હીથી એક ઠગની અગાઉ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે હજુપણ હિન્દીભાષી ગઠીયાઓ બેન્ક ગ્રાહકોને ફોન કરી પીન નંબર માંગતા હોવાથી બંને જિલ્લામાં ગઠીયાઓનો સકંજાે મજબૂત બન્યો છે ત્યારે બેન્ક ગ્રાહકોએ એ.ટી.એમ.માંથી નાણાં ઉપાડતા સમયે તેમજ ફોન કરનારને પીન નંબર આપવો નહીં તેની તકેદારી રાખવી રહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.