જહાંગીરપુરીમાં ગેરકાયદેસર કબજાઓ પર બુલડોઝર ફર્યુ

નવી દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે MCD દ્વારા આજે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યુ છે. જહાંગીરપુરી હિંસા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કડક બન્યા બાદ વહીવટીતંત્ર પણ ખૂબ જ કડક બન્યું છે.
જહાંગીરપુરીમાં દિલ્હી પોલીસના ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં અતિક્રમણ હટાવવાના આદેશને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના તમામ જવાનો અને અર્ધલશ્કરી દળને તૈનાત કરવામાં આવ્યા છે.
સવારથી જ દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. બીજી તરફ, જહાંગીરપુરીમાં હિંસા બાદ ઉત્તર MCDના કડક આદેશો અને ગૃહ મંત્રાલયના કડક પગલાં લેવાના આદેશ બાદ જહાંગીરપુરી વિસ્તારમાં રસ્તાઓ પર અતિક્રમણ કરનારા તમામ લોકો સવારથી જ સામાન હટાવવા માટે આવી ગયા હતા.
જે લોકોએ રસ્તા પર અતિક્રમણ કર્યું હતું તે તમામ લોકો પોતાનો સામાન રસ્તા પરથી હટાવવા પહોંચી ગયા છે. MCDએ આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે દિલ્હી પોલીસ પાસેથી ૪૦૦ કર્મચારીઓની માંગણી કરી છે, જેઓ કાયદો અને વ્યવસ્થા સંભાળશે. રોડની બાજુમાં જે કચરો પડેલો છે, તે કચરો બુલડોઝર દ્વારા દૂર કરી શકાશે. કોઈનું ઘર તૂટવાની શક્યતા ઓછી છે.
દિલ્હી પોલીસના જવાનો જ નહીં પરંતુ પેરા મિલિટ્રી ફોર્સ પણ મોરચે તૈનાત છે. ૨૦ અને ૨૧ એપ્રિલે ઉત્તર સ્ઝ્રડ્ઢ અહીં એક મોટું ઓપરેશન હાથ ધરશે.SSS