જિયો ઇન્સ્ટિટ્યૂટે AI, ડેટા સાયન્સ જેવા અનુસ્નાતક અભ્યાસક્રમોના એડમિશનનો પ્રારંભ કર્યો
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સમાં એક વર્ષનો ફૂલ-ટાઇમ પ્રોગ્રામ
જિયો ઇન્સ્ટિટ્યૂટે અનુસ્નાતક અભ્યાસક્રમોના એડમિશનનો પ્રારંભ કર્યો
અરજદાર માન્ય GRE ટેસ્ટ સ્કોર પણ સબમિટ કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઈન પર્સનલ ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.
મુંબઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સ હવે આપણા જીવનને પહેલા કરતાં વધુ અસર કરી રહ્યાં છે. ડિજિટલ વિશ્વમાં, ટેલિકમ્યુનિકેશનથી માંડીને સોશિયલ મીડિયા, ઈમેલ, મેસેજિંગ, ઈન્ટરનેટ સર્ચ, સ્માર્ટ ગેજેટ્સ, કમ્યુટિંગ, બેંકિંગ, મનોરંજન, શોપિંગ સુધી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્યુનિકેશન્સની અનિવાર્ય ભૂમિકા છે.
ઉત્પાદનો અને સેવાઓને ઝડપથી વધારવા માટે સંસ્થાઓ દ્વારા AIને વધુને વધુ અપનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રાહકો સાથે શ્રેષ્ઠ સંવાદ કરવા માટે ડેટા અને કસ્ટમર પ્રોફાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કમ્યુનિકેશન પ્રોફેશનલ્સ માટે ઉચ્ચ વૃદ્ધિની નોકરીની તકોનું સર્જન કરશે.
નાસકોમના અહેવાલ મુજબ AI અને ડેટા સાયન્સમાં 2025 સુધીમાં ભારતના GDPમાં USD 450 – 500 બિલિયનનો વધારો કરવાની ક્ષમતા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) મુજબ, ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા મીડિયા ઉદ્યોગોમાંનો એક છે અને 2030 સુધીમાં USD 100 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.
જિયો ઇન્સ્ટિટ્યૂટે તેના એક વર્ષના ફૂલ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ (PGP) માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સના ઉભરતા ક્ષેત્રોમાં અરજીઓ આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ (AI & DS)માં PGPનો ઉદ્દેશ્ય સૈદ્ધાંતિક ક્ષમતાઓ કેળવવાનો અને સાહસો તથા સમાજ માટે વ્યવહારુ ઉકેલો કેવી રીતે શક્ય બનાવવા તેનું જ્ઞાન મેળવવાનો છે.
ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કમ્યુનિકેશન્સ (DM અને MC)માં PGP વિદ્યાર્થીઓને નવીન રીતે સંલગ્ન, સેવાઓ પૂરી પાડી અને તેમની સાથે વાતચીત કરીને ડિજિટલ યુગમાં ગ્રાહક અનુભવનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
AI & DS પ્રોગ્રામ જે પ્રોફેશનલ્સની કારકિર્દી હમણાં શરૂ જ થઈ છે તેવા પ્રોફેશનલ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ ફૂલ-સ્ટેક ડેટા સાયન્ટિસ્ટ બનવાની અભિલાષા ધરાવે છે – જેઓ AI સંશોધકો, ડેટા વૈજ્ઞાનિકો તેમજ ઔદ્યોગિક અને સામાજિક સાહસિકો સહિત વિવિધ ભૂમિકાઓ માટે સારી રીતે સજ્જ છે.
DM અને MC પ્રોગ્રામ પ્રારંભિક કારકિર્દીના વ્યાવસાયિકો માટે રચાયેલા છે જેઓ માર્કેટિંગ કમ્યુનિકેશન્સ, બ્રાન્ડ કન્સલ્ટિંગ, ડિજિટલ માર્કેટિંગ, માર્કેટિંગ એનાલિટિક્સ અને કન્ઝ્યુમર રિસર્ચ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે.
AI અને DS માટે અરજીકર્તાએ કમ્પ્યુટર સાયન્સ/ IT/ ગણિત/ આંકડાશાસ્ત્ર/ અર્થશાસ્ત્રમાં અંડરગ્રેજ્યુએટ સ્તરે ઓછામાં ઓછો એક અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોવો જોઈએ, જ્યારે DM અને
MC ઉમેદવારો પાસે કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. બંને પ્રોગ્રામ્સ માટે વ્યક્તિએ 1 જુલાઈ 2022 સુધીમાં ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછું 50% અથવા સમકક્ષ CGPA અને ઓછામાં ઓછા 18 મહિનાનો સંબંધિત કામનો અનુભવ મેળવ્યો હોવો જરૂરી છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે અરજી કરવી એ ત્રણ-સ્ટેપની પ્રક્રિયા છે જેમાં અધિકૃત વેબસાઇટ www.jioinstitute.edu.in પર ‘એપ્લાય નાઉ’ લિંક દ્વારા જરૂરી દસ્તાવેજો સાથે ઑનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે અને રૂ. 2500ની અરજી ફીની ચુકવણી કરવાની રહેશે, તેના થકી ઓનલાઈન જિયો ઈન્સ્ટિટ્યૂટ એન્ટ્રન્સ ટેસ્ટ (JET) આપવાનો રહેશે.
આ ટેસ્ટમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને વર્બલ એબિલિટી તથા લેખન કૌશલ્ય પર આધારિત બહુવિધ-પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થશે. આ સિવાયના વિકલ્પ તરીકે, અરજદાર માન્ય GRE ટેસ્ટ સ્કોર પણ સબમિટ કરી શકે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઈન પર્સનલ ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.
પસંદ થયેલા ઉમેદવારોને ઓનલાઈન પર્સનલ ઈન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. અંતિમ પસંદગી ભૂતકાળના શૈક્ષણિક રેકોર્ડના સર્વગ્રાહી મૂલ્યાંકન, નિબંધ પ્રશ્નોના જવાબો, હેતુનું નિવેદન, ભલામણના પત્રો, કામના અનુભવની સુસંગતતા, અભ્યાસેતર પ્રવૃત્તિઓ, પુરસ્કારો અને પ્રશંસા, JETમાં પ્રદર્શન અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સના પ્રોગ્રામના મેન્ટર્સ તરીકે વાઇસ-ચાન્સેલર ડૉ. દિપક જૈન (ભૂતપૂર્વ ડીન, કેલોગ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ-યુએસએ, ભૂતપૂર્વ ડીન INSEAD-ફ્રાન્સ) અને ડૉ. ફ્રેન્ક મુલ્હર્ન, એસોસિયેટ ડીન ઓફ રિસર્ચ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ એકેડમિક પ્રોગ્રામ્સ ઇન સાન ફ્રાન્સિસ્કો, મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમ, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, યુએસએ) રહેશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સના પ્રોગ્રામના મેન્ટર્સ તરીકે ડો. લેરી બિર્નબોમ (પ્રોફેસર, કમ્પ્યુટર સાયન્સ, નોર્થવેસ્ટર્ન યુનિ.-અમેરિકા) અને ડો. શૈલેષ કુમાર (ચીફ ડેટા સાયન્ટિસ્ટ, સેન્ટર ફોર એક્સલન્સ ઇન એઆઇ-એમએલ, રિલાયન્સ જિયો) રહેશે.
જિયો ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીઝમાં MIT, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, NTU, સિંગાપોર, જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી, હ્યુસ્ટન યુનિવર્સિટી, યુએસએ, એલન ઇન્સ્ટિટ્યૂટ ફોર AI, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્તા બાર્બરા, યુએસએ વગેરે જેવી વૈશ્વિક સ્તરે જાણીતી સંસ્થાઓના શૈક્ષણિક વિદ્વાનો અને વિચારશીલ આગેવાનોનો સમાવેશ થાય છે.
જિયો ઇન્સ્ટિટ્યૂટ માને છે કે તમામ લાયક ઉમેદવારોને નાણાકીય અથવા અન્ય પડકારો હોવા છતાં તેમની ઉચ્ચ શિક્ષણની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની તક મળવી જોઈએ. ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના સાધન ન હોય તેવા લાયક ઉમેદવારોને તકો પૂરી પાડવા માટે, જિયો ઇન્સ્ટિટ્યૂટ ટ્યુશન ફી પર 100% સુધીની શિષ્યવૃત્તિ ઓફર કરશે.
સ્કોલરશીપ વ્યક્તિગત જરૂરિયાતની સમીક્ષા પર આધારિત રહેશે અને આ ઉપરાંત જિયો ઇન્સ્ટિટ્યૂટની ઍક્સેસ, ઇન્ક્લુઝન, જેન્ડર પેરિટી અને ડાયવર્સિટીની પ્રતિબદ્ધતા પણ જાળવશે. શ્રેષ્ઠ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો, આંતરારાષ્ટ્રીય ઉમેદવારો, શારીરિક અક્ષમતા ધરાવતા ઉમેદવારો માટે પણ ખાસ સ્કોલરશીપ આપવામાં આવશે.