હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિરોઈઝમ ભૂલી ગઈ: સંજય દત્ત

મુંબઈ, Bahubali, Pushpa, RRR અને હવે KGF-2, સાઉથની ફિલ્મો હિન્દીભાષી પટ્ટામાં પણ ધૂમ કમાણી કરી રહી છે. KGFના બીજા ભાગમાં બોલિવૂડ એક્ટર Sanjay Datt નો પણ મહત્વનો રોલ છે. સંજય દત્તે ફિલ્મમાં અધીરાનું પાત્ર ભજવ્યું છે.
સંજય દત્તે જણાવ્યું કે આખરે બોલિવૂડ ફિલ્મની સરખામણીમાં સાઉથની ફિલ્મો આટલી કેમ ચાલે છે.KGF ૨ ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તેણે બાહુબલીનો રેકોર્ડ તોડી કાઢ્યો છે અને ટૂંક સમયમાં રાજામૌલીની ફિલ્મ ઇઇઇનો રેકોર્ડ પણ તોડી શકે છે.
ફિલ્મ પ્રથમ ભાગની સિક્વલ છે. જે કેરેક્ટર્સનો ઉલ્લેખ પ્રથમ ભાગમાં કરીને છોડી દેવામાં આવ્યો હતો તેમની સ્ટોરીને ચેપ્ટર ૨માં આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મમાં બે પાત્ર ઘણાં મહત્વના છે, એક તો પ્રધાનમંત્રી રમિકા સેન અને બીજું ગરુડાના ભાઈ અધીરાનું પાત્ર.
આ બન્ને પાત્ર રવિના ટંડન અને સંજય દત્તે ભજવ્યા છે. પરંતુ એક રસપ્રદ બાબત એ સામે આવી છે કે પાછલા થોડા સમયમાં સાઉથની ફિલ્મો બોલિવૂડની ફિલ્મો પર ભારે પડી રહી છે. અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા, જૂનિયર એનટીઆર- રામચરણની ફિલ્મ RRR અને યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ વગેરે ખૂબ ચાલી. હવે આની પાછળનું કારણ શું છે તે સંજય દત્તે પોતે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું.
વાતચીતમાં સંજય દત્તને જ્યારે પૂછવામાં આવ્યું કે તે આ ફિલ્મ સાથે કેવી રીતે જાેડાયા તો તેમણે જણાવ્યું કે, KGF Chapter-1માં અધીરાનો માત્ર એક હેડ શૉટ હતો. તે એક પડછાયાથી શૂટ કરવામાં આવ્યો હતો.
બીજા ચેપ્ટર માટે મેકર્સે મને લેવા માટે ફેમિલી ફ્રેન્ડનો સંપર્ક કર્યો. તે મિત્રએ મારી પત્નીનો સંપર્ક કર્યો. મારી પત્નીએ કેજીએફ-ચેપ્ટર ૧ ફિલ્મ જાેઈ અને પછી મને જણાવ્યું કે આ પાત્ર ઘણું રસપ્રદ છે અને મારે તે કરવું જાેઈએ. પછી મેં પણ ફિલ્મ જાેઈ અને મને પણ તે ફિલ્મ પસંદ આવી. સંજય દત્તે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો બોક્સ ઓફિસ પર કેમ ધમાલ મચાવે છે તેની પાછળનું પણ કારણ જણાવ્યું.
અભિનેતાએ જણાવ્યું કે, મને લાગે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હિરોઈઝમ ભૂલી ગઈ છે, જ્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીએ તે જાળવી રાખ્યું છે. હું એમ નથી કહી રહ્યો કે સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ અથવા રોમ-કોમ ખરાબ બાબત છે. પરંતુ તે આપણી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાનની ઓડિયન્સને ભૂલી ગયા છે. તે આપણો એક મોટો દર્શક વર્ગ છે.
હું આશા કરુ છું કે આ ટ્રેન્ડ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જલ્દી પાછો આવે. પહેલા આપણી પાસે અલગ અલગ નિર્માતા અને ફાઈનાન્સર હતા, પરંતુ ફિલ્મ સ્ટુડિયો કોર્પોરાઈઝેશને તે કલ્ચર સમાપ્ત કરી નાખ્યું.
સંજય દત્તે જણાવ્યું કે, એસએસ રાજામૌલી પાસે એક ફિક્સ પ્રોડ્યુસર છે, જેમને ડિરેક્ટરના વિઝન પર પૂરો વિશ્વાસ છે. બોલિવૂડ પાસે પણ પહેલા આ પ્રકારના પ્રોડ્યુસર હતા. ગુલશન રાય, યશ ચોપડા, સુભાષ રાય અને યશ જાેહર સામેલ હતા. તેમણે જે ફિલ્મો બનાવી છે તે જુઓ. સાઉથમાં તેઓ પેપર પર સ્ક્રિપ્ટ જુએ છે, જ્યારે બોલિવૂડમાં આ લોકો રિકવરી ફિગર્સ જુએ છે.SSS