Western Times News

Gujarati News

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાનના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી

જયપુર, રાજસ્થાનમાં પાર્ટીના કામને પાટા પર લાવવા માટે BJP અધ્યક્ષ J P Nadda એ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને રાજસ્થાન BJP પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે લગભગ ૪ કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક કરી.

સૂત્રોનું માનીએ તો રાજસ્થાન BJPમાં ચાલી રહેલા જૂથવાદને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હતી. પાર્ટી હાઈકમાન્ડે પરસ્પર ઝઘડાને ગંભીરતાથી લીધો એટલું જ નહીં પરંતુ પરસ્પર મતભેદો પર નારાજગી પણ વ્યક્ત કરી.

પાર્ટીનું માનવું છે કે ચૂંટણી પહેલા સંકલનના અભાવે રાજ્ય સરકાર સામે BJPની લડાઈ નબળી પડી રહી છે. જેનો કોંગ્રેસને ફાયદો થતો જણાય છે. તેથી ભવિષ્યમાં એક યુનિટની જેમ કામ કરવા જણાવાયું છે. સાથોસાથ ભવિષ્યના આયોજનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલ તો આજની બેઠક પર કોઈ બોલવા તૈયાર નથી.

BJP અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને રાજસ્થાનના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રીઓ વસુંધરા રાજે, સતીશ પુનિયા, રાજેન્દ્ર રાઠોડ, ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ રાજ્ય સંગઠન.

મંત્રી ચંદ્રશેખર બેઠકમાં હાજર રહ્યા હતા. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર બેઠકમાં પાર્ટીના અત્યાર સુધીના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.પરંતુ સુત્રો જણાવે છે કે રાજસ્થાન BJPમાં જે રીતે સંગઠન અને પક્ષના નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે તે જાેતા ભાજપ હાઈકમાન્ડ તેને લઈને ખૂબ જ ગંભીર જણાય છે.

ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ભૂમિકા અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.વાસ્તવમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. જ્યારે સતીશ પુનિયા, રાજેન્દ્ર રાઠોડ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન મેઘવાલ અને ગુલાબચંદ કટારિયા જેવા દિગ્ગજ નેતાઓ પણ પાર્ટીમાં ભવિષ્ય માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. જેની અસર પાર્ટીના કામકાજ પર જાેવા મળી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ કરૌલીની તાજેતરની ઘટનામાં જાેવા મળ્યું.

રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારને જે રીતે ઘેરવાની હતી તે કરી શકી નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એકબીજા વચ્ચેની ઝઘડો માનવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો આજે જેપી નડ્ડાએ માત્ર પોતાની નારાજગી જ વ્યક્ત કરી નથી પરંતુ ભવિષ્યમાં કોઈપણ પ્રકારના મતભેદોથી દૂર રહેવાની સલાહ પણ આપી છે.

રાજસ્થાનમાં BJPની અંદરની ખેંચતાણનું સૌથી મોટું કારણ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક જણ નેતૃત્વની લડાઈમાં પોતપોતાની દાવ ખેલતા હોય છે. હાલમાં આ મામલે વસુંધરા રાજેનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. વિશેષજ્ઞોનું માનવું છે કે રાજસ્થાનમાં હાલમાં BJPના તમામ નેતૃત્વમાં વસુંધરા રાજેનું નામ સૌથી મોટું છે. અહીં તેમની તાકાત છે અને અહીં તેમની નબળાઈ પણ છે. જે વસુંધરા રાજે પણ સારી રીતે જાણે છે.

આ જ કારણ છે કે વસુંધરા રાજે કોઈપણ ભોગે રાજસ્થાનના રાજકારણમાં પોતાના મૂળિયા વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે. જાે છેલ્લા કેટલાક દિવસોની ઘટનાક્રમ પર નજર કરીએ તો વસુંધરા રાજે પાર્ટીના મોટાભાગના કાર્યક્રમોમાં જાેવા મળ્યા ન હતા.

ઉલટું, આ વર્ષે ૮ માર્ચે તેમના જન્મદિવસના અવસર પર જ્યારે તેઓ મંદિરમાં દર્શન કરવા બુંદી ગયા હતા અને એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. તો તે સમયે લગભગ ૧૧ સાંસદો અને ૨૭થી વધુ ધારાસભ્યો રાજસ્થાન વિધાનસભાનું સત્ર છોડીને ત્યાં પહોંચી ગયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.