પારલે પ્રોડક્ટ્સ ફેવરિટ રોલ.અ.કોલા ફરી લોન્ચ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Parle_Rol-a-Cola-Roll-Inner.ap-FOP-1024x319.jpg)
માર્કેટિંગના ઈતિહાસમાં પ્રથમવાર પારલે પ્રોડક્ટ્સ બ્રાન્ડ ગ્રાહકોની અપીલના આધારે પ્રોડક્ટ ફરીથી લોન્ચ કરી રહી છે. રોલ.અ.કોલા કેન્ડી દેશભરમાં રૂ. 5 અને રૂ. 20ના પેકમાં ઉપલબ્ધ થશે.
ભારતની અગ્રણી બિસ્કિટ્સ અને કન્ફેક્શનરી મેન્યુફેચરર પારલે પ્રોડક્ટ્સ દ્વારા આજે તેની સૌથી લોકપ્રિય કન્ફેક્શનરી પ્રોડક્ટ રોલાકોલા આ વર્ષે સોશિયલ મીડિયામાં તેની માગ વધ્યા પછી ફરી લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે. રૂ. 5 અને રૂ. 20ની કિંમતમાં રોલ.અ.કોલા પારલેની અન્ય ઉત્કૃષ્ચ પ્રોડક્ટ લાઈન અપમાં જ પ્રવેશ નહીં કરે પણ છેલ્લા વર્ષોમાં સૌથી વિશાળ બ્રાન્ડસમાંની એક પણ બની રહેશે.
પારલે પ્રોડક્ટ્સના કેટેગરી હેડ-માર્કેટીંગ ક્રિશ્નારાવ એસ. બુદ્ધાએ કહ્યું હતું, ‘જ્યારે રોલ.અ.કોલા કેન્ડી પરત માર્કેટમાં આવે એ માટે ટ્વીટ દ્વારા હલચલ મચાવાઈ ત્યારે અમે અમારા ગ્રાહકોની માગની લાગણીઓ સાથે જોડાયા છીએ.
અગાઉ ગ્રાહકોની પાસે પ્લેટફોર્મ નહોતું કે જ્યાં તેઓ તેમના મંતવ્યો અને લાગણીઓ પ્રદર્શિત કરી શકે. આજે દરેક ગ્રાહક ઈન્ફ્લુએન્સર છે જે માર્કેટીંગના અમારા પ્રયાસોમાં જરૂરી ભૂમિકા અદા કરી શકે છે.
લોકો દ્વારા પ્રાપ્ત પ્રેમથી અમને કેન્ડીના ઉત્પાદન માટે વેગ મળ્યો છે અને અમે અમારા ગ્રાહકોને રોલાકોલા ફરી આપવા માટે રોમાંચ અનુભવી રહ્યા છીએ.’
રોલ.અ.કોલા એક હાર્ડબોઈલ્ડ કેન્ડી છે જેમાં કોલા ફ્લેવર છે અને રોલ્ડ ફોર્મેટમાં હોય છે જેનું ઉત્પાદન પારલેએ 2006માં બંધ કર્યુ હતું. 13 વર્ષ પછી ફેબ્રુઆરી 2019માં સોશિયલ મીડિયા યુઝર દ્વારા પારલેને તેની ફેવરિટ કોલા કેન્ડી પરત લાવવા માટે અનુરોધ કરાયો ત્યારે પારલેએ જોયું કે આ ટ્વીટને રોલ.અ.કોલા પરત લાવવા માટે 10000 વખત રિટ્વીટ થયા હતા.
આની સાથે ગ્રાહકો દ્વારા #BringRolaColaBack કેમ્પેન વાયરલ થયું હતું અને ટ્વીટર પર 711Kથી વધુ ઈમ્પ્રેશન્સ આવી હતી. તેના પછી પારલે પ્રોડક્ટ્સ દ્વારા #BringRolaColaBack કેમ્પેન શરુ કરાયું અને ગ્રાહકોને તેમની ઈચ્છા પૂરી કરાશે એવી ખાતરી આપવામાં આવી હતી. ભારતમાં આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ પ્રોડક્ટ યુઝર્સ દ્વારા શરૂ કરાયેલી ડિજિટલ મૂવમેન્ટના કારણે માર્કેટમાં પરત આવી હોય. આ સમગ્ર કેમ્પેન સોશિયલ મીડિયા પર 5 મિલિયન ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવી ચૂક્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું, ‘અમારી ક્લાસિક રોલાકોલા કેન્ડીઝ અન્યો સાથે વહેંચવા માટે બની હતી. તેના રોલ્ડ કેન્ડી ફોર્મેટ સાથે અમને આશા છે કે પુખ્તો અને બાળકો પણ કેન્ડી શેર કરવા પ્રેરિત થશે અને લોકો સાથે નવીનતમ જોડાણ કરશે.’
પારલે બિઝનેસમાં પરિવર્તન લાવે છે અને સાથે ગ્રાહકો સાથે બ્રાન્ડના સંબંધને પણ પરિવર્તિત કરે છે અને તેને પ્રો-ક્ન્ઝ્યુમર અપ્રોચ સાથે પર્સનલાઈઝ્ડ કરે છે. એફએમસીજીમાં પુરોગામી તરીકે કંપનીએ કન્ફેક્શનરીએ મજબૂત ડિસ્ટ્રીબ્યુશન શરૂ કર્યુ છે અને તે આ મહિનામાં દરેક માર્કેટમાં ઉપલબ્ધ થશે.
આધુનિક પેકેજિંગ અને ફ્રેશ અપ્રોચ સાથે ગ્રાહકો સાથે જોડાવા માટે કંપની ગ્રાહકોને ખાતરી આપે છે કે કેન્ડી તેના ઓરિજિનલ ટેસ્ટને જાળવી રાખશે અને તેના એ જ રોલ કેન્ડી ફોર્મેટ માટે રૂ 5ની કિંમત રાખશે. મોડર્ન ટ્રેડ ચેનલ માટે, પારલે વધુ મોટું મલ્ટીપલ પેક રૂ. 20માં ઓફર કરવા જઈ રહી છે.