ખરોડ ખાતે યોજાનારા આદિજાતિ સંમેલન કાર્યક્રમમાં લાખોની જનમેદનીને સંબોધશે
એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ ૧૭.૯૮ લાખ ચોરસ ફૂટ છે. ૧૪ લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં ૭ ડૉમની હરોળ છે, જે પૈકી ૫ જર્મન ડૉમ છે.
દાહોદ, દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે દાહોદની ધરતી પર આવી રહ્યા છે.ખરોડ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં પીએમ મોદી જનમેદનીને સંબોધન કરશે. સાથે સાથે કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાપર્ણ કરશે.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સાંસદો,ધારાસભ્યો, રાજકીય નેતાઓ અગ્રણીઓ,ભાજપના કાર્યકરો સ્થાનિક લોકોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે ઉગતા સુરજની ભુમિ ગણાતા દાહોદ ખાતે આવી રહ્યા છે.જેને લઇને તંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ લાખોની સંખ્યામાં હાજર જનમેદનીને સંબોધન કરશે.
પંચમહાલ,મહિસાગર,છોટાઉદેપુર,દાહોદ જીલ્લામાંથી કાર્યકરોને લઈ જવા એસટી બસોની વ્યવસ્થા કરવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઈજીપી, ડીઆઈજીપી એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાનો, હોમગાર્ડ સહિત 3000 જવાનો ઉપસ્થિત રહેશે.એન.એસ જી.તેમજ ચેતક કમાંડો સહીતની ટીમ હાજર રહેશે.સીસીટીવી થકી બાજ નજર રાખવામા આવશે.
જેના માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઉભુ કરવામા આવ્યુ છે.વાહનોના પાર્કિગ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે.સભામાં જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે એશિયાનો સૌથી મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ડોમમાં ૨ લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ ૧૭.૯૮ લાખ ચોરસ ફૂટ છે. ૧૪ લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં ૭ ડૉમની હરોળ છે, જે પૈકી ૫ જર્મન ડૉમ છે.
લંબાઈમાં ૬૦૦ મીટર સુધી પથરાયેલા અને ૧૩૨ ફુટ પહોળા આ મેઈન ડૉમની અન્ય ખાસિયત છે કે, આટલો વિશાળ વિસ્તાર હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયર દ્વારા પાણીનો સતત છંટકાવ કરી વાતાવરણમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાવાર વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યાપ્ત સુવિધા કરવામા આવી છે.