Western Times News

Gujarati News

શિક્ષકની નફ્ફટાઈઃ છાત્રાઓ સામે અશ્લિલ ભાષાનો ઉપયોગ કરવાના આરોપમાં જેલ હવાલે           

અરવલ્લી જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે લાંછન રૂપ ઘટનાઓનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના કે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવાની ફરિયાદ હોય તેમાંયે પાછું હવે તો શિક્ષકોના મોઢે છાત્રાઓ સામે અશ્લિલ ભાષાનો પ્રયોગ કરવાની ઘટના પણ બાયડ તાલુકાના જુના ઉંટરડા પ્રાથમિક શાળામાંથી સામે આવી છે.

જુના ઉંટરડા પ્રાથમિક શાળાનો શિક્ષક ભાન ભૂલ્યો હોય તેમ ભણાવવાના બદલે છાત્રાઓ સામે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવા લાગ્યો છાત્રાઓએ વાલીઓને ફરિયાદ કરતાં વાલીઓએ શાળામાં આવી હોબાળો મચાવ્યો હતો. છેલ્લે મામલો આંબલીયારા પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો ગંભીર ઘટનાને પગલે આંબલિયારા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.   

જુના ઉંટરડા પ્રાથમિક શાળામાં  લંપટ શિક્ષકે  વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો ઉપડતાં છાત્રાઓએ દુખાવાની ફરિયાદ કરતાં શિક્ષકે સહેજ પણ શરમ કે ભાન રાખ્યા વગર વિદ્યાર્થીનીઓને ના કહેવાના શબ્દો બોલી દેતાં છાત્રાઓ રડવા લાગી હતી ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા.અને ધોરણ ૬,૭,૮ ની છાત્રાઓ સાથે વાલીઓએ વાતચીત કરતાં  આખો મામલો શિક્ષકની લંપટાઈનો સામે આવ્યો હતો.

એક છાત્રાને પેટમાં દુખાવો ઉપડતાં મહિના છે?? તેવું બોલી નિર્લજ્જ શિક્ષક આગળ ના બોલવાના ઘણા શબ્દો બોલ્યો હોવાનો છાત્રાઓએ આક્ષેપ કર્યો હતો.સમગ્ર પ્રકરણમાં આંબલિયારા પોલીસ મથકે જુના ઉંટરડાના રહિશ આશિષ જીતેન્દ્રભાઈ શાહે શિક્ષક બિપીન વિનોદભાઈ પટેલ રહે. લિંબ તા બાયડ સામે છાત્રાઓ સામે અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવાની ફરિયાદ આપતાં આંબલિયારાના પોલીસ સબ ઇન્સ્પેકટર રૂપલબેન ડામોર અને પોલીસ સ્ટાફે આરોપી લંપટ શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.