ભિલોડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત કર્મચારીઓનું આવેદનપત્ર
ભિલોડા,અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા યોજના અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓને બંધારણી અધિકાર મુજબ સમાન કામ અને સમાન વેતન કર્મચારીઓને મળતું નથી.કરાર આધારીત કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે.ભિલોડા તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓ અને વર્ષો જુના પ્રાણ પ્રશ્નો સંદર્ભે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ એમ.ઠાકોરને આવેદનપત્ર પાઠવ્યું હતું.મનરેગા વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.