70મી ઇન્ડિયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને આઇફેક્સ એક્સપો ગાંધીનગરમાં યોજયો

(જનક પટેલ) ગાંધીનગર, 70મી ઇન્ડિયન ફાઉન્ડ્રી કોંગ્રેસ અને ફાઉન્ડ્રી ટેકનોલોજી, ઇક્વિપમેન્ટ, સપ્લાઇઝ અને સર્વિસીસ અંગેના 18માં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન (IFEX) તથા કાસ્ટ ઇન્ડિયા એક્સપ્રો નો ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન ગાઉનમાં ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ની હાજરીમાં યોજાયો હતો.
ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેનના વેસ્ટન રિજિયન અને ધ ઇન્ડિયન ફાઉન્ડ્રી કોંગ્રેસ દ્વારા આયોજિત IFEX અને કાસ્ટ ઇન્ડિયા એક્સપો એ 3 દિવસનુ શુંસંકલિત કોન્ફરન્સ અને પ્રદર્શન નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડ્રી ઉદ્યોગને નેટવર્કિંગની ઉત્તમ તક પૂરી પાડશે IFEX પ્રદર્શનમાં 230 થી વધુ એક્ઝીબિટ્ર્સ સામેલ થયા હતા.
જેનાથી બિઝનેસની નવી તકો અને કોલાબ્રેસન્સ માટે નો માર્ગ મોકળો થયો પ્રદર્શન વિદેશોની સામેલગીરી વગરનું સો ટકા આત્મનિર્ભર છે ઉદ્યોગો વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ભારતની ફાઉન્ડ્રી ઉદ્યોગ આગામી વર્ષોમાં વાર્ષિક 10.5 મિલિયન ટનના ઉત્પાદન અને 16 બિલિયન ડોલરના ટર્નઓવર સાથે વૃદ્ધિ ને વેગ આપવા સજ્જ છે.
ભારતનો ફાઉન્ડ્રી ઉધોગ વિદેશ ના ઓટોમોબાઇલ્સ ટ્રેક્ટર પાવર ટ્રેન રેલબેઝ ઉર્જા તથા એન્જિનિયરિંગ ક્ષેત્રને સર્વિસસ પૂરી પાડે છે ફાઉન્ડ્રી ઉદ્યોગ એ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની માતા છે આ પ્રસંગે ઉદ્યોગના મહાનુભવોએ ફાઉન્ડ્રી ટેકનીક આ અને ફાઉન્ડ્રી ડિરેક્ટરી નું વિમોચન કર્યું હતું બે વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ડો પી.એન.ભગવતી નું આર્યન મેન ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીઝ તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું જ્યારે 70મી ઇન્ડિયન ફાઉન્ડ્રી કોંગ્રેસની ઓર્ગેનાઇઝર કમિટીના ચેરમેન અને આઇ આઇ એફના પૂર્વ પ્રેસિડેન્ટ સુબોધ પંચાલનુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી બહુમાન કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસના 70મી ઇન્ડિયન ફાઉન્ડ્રી કોંગ્રેસના આ સમારંભ દરમિયાન પેનલ ચર્ચાઓ પ્રેઝન્ટેશન અને વર્કશોપ જેવી જાણકારીના આદાન-પ્રદાનની અનેક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી