KGFના હિન્દી વર્ઝનમાં સચિન ગોલે યશનો અવાજ બન્યો

મુંબઈ, સાઉથ ઈન્ડિયન્સની ફિલ્મ્સના હિન્દી વર્ઝનને સમગ્ર ભારતમાં જાેરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મી પડદા ઉપર સાઉથ સિનેમાના સિતારાઓનો ઝલવો જાેવા જેવો હોય છે પણ હિન્દી ડબિંગમાં તેમના દમદાર ડાયલોગ પાછળ કોઈ અદભૂત અવાજ ધરાવતાં ડબિંગ આર્ટિસ્ટનો કમાલ હોય છે.
હિન્દી ફિલ્મોમાં સાઉથ ફિલ્મોના વધતાં પ્રભાવનો એક ભાગ હિન્દી વર્ઝન માટે પોતાનો અવાજ આપતા કલાકારોને પણ જાય છે. પુષ્પા ફિલ્મમાં અલ્લુનો અવાજ શ્રેયસ તલપડે આપ્યો હતો, જ્યારે કેજીએફ ૨ માટે સ્ટાર યશનો અવાજ સચિન ગોલે નામના એક કલાકારે આપ્યો હતો, જેનો અવાજ એક્ટર પર એકદમ ફિટ બેસી ગયો હતો.
હાલના થોડા વર્ષોમાં સાઉથ સિનેમાનો ડંકો હિન્દી દર્શકો વચ્ચે ખુબ જ જાેવા મળી રહ્યો છે. હવે લોકો આતુરતાથી સાઉથની ફિલ્મોની રાહ જાેતા હોય છે. આજે પ્રભાસથી લઈ અલ્લુ અર્જુન, રામ ચરણ, યશ જેવાં મોટા સ્ટાર્સના ફેન્સની સંખ્યા ન માત્ર સાઉથ પણ સમગ્ર ભારતમાં વધી રહી છે.
બાહુબલિમાં શરદ કેલકરે પ્રભાસનો અવાજ આપ્યયો હતો, અને પુષ્પામાં શ્રેયસ તલપડેના અવાજમાં બોલાયેલ ડાયલોગના લોકો દીવાના થઈ ગયા હતા. હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ કેજીએફ ૨ના એક્ટર યશના ડબિંગ આર્ટિસ્ટ સચિન ગોલેની ભારે ચર્ચા થઈ રહી છે.
સચિન શ્રેયસ તલપડે અને શરદ કેલકર જેવો મોટો કલાકાર તો નથી, પણ કેજીએફ ૧માં તેણે એક્ટર યશનો અવાજ આપ્યો હતો. સચિન છેલ્લા ૧૪ વર્ષથી ડબિંગ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. અને અનેક સાઉથની ફિલ્મો માટે પોતાનો અવાજ આપી ચૂક્યો છે.
જાે કે, સચિને બોલીવુડમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તે એક્ટર બનવાનું સ્વપ્ન લઈને ૨૦૦૮માં મુંબઈ આવ્યો હતો. મુંબઈ આવ્યા બાદ તેણે ઘણો સંઘર્ષ કર્યો, અનેક ઓડિશન પણ આપ્યા, પણ તે સફળ ન થયો. એક એવો સમય પણ આવ્યો હતો કે, જ્યારે તેની પાસે ખાવાના પણ પૈસા ન હતા.
જે બાદ તેના મિત્ર અનિલ મ્હાત્રેએ ડબિંગ આર્ટિસ્ટ ગણેશ દિવેકર સાથે સચિનની મુલાકાત કરાવી હતી. અને અહીં તેણે ડબિંગ આર્ટિસ્ટ તરીકેની ટેક્નિકનો અભ્યાસ કર્યો હતો.
પણ પૈસા કમાવવા માટે તેણે એક બેંકમાં હોમ લોન ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું અને કામ પતાવ્યા બાદ તે ડબિંગ સ્ટૂડિયો જતો હતો. ડબિંગ માટે તે ઘણા સમયે બેંકના કામથી ગુલ્લી મારી દેતો હતો. પણ એક સમયે તેના બોસે તેને ઝડપી લીધો અને કહ્યું કે, કોઈપણ કામ કરે તે દિલથી કર. જે બાદ સચિને ડબિંગમાં જ પોતાનું કરિયર આગળ વધારવાનું નક્કી કર્યું હતું.SSS