ઉત્તરસંડા ITI ને શ્રેષ્ઠ કામગીરી માટે તૃતીય ઈનામ મલ્યું
વન અને સંકુલ ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી બ્રિજેશ
મેરજા ના વરદ હસ્તે વર્ષ ૨૦૨૧-૨૨ માં શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ, દ્ધિતીય, તૃતીય પારીતોષીક એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર રાજ્યના ઉત્તરસંડા ITI ને તૃતીય સ્થાન પ્રાપ્ત થયેલ છે. રાજ્યમા તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર આઈ.ટી.આઈ ઉત્તરસંડાના આચાર્ય કુમારી ટી.એમ.ભટ્ટ (વર્ગ-૧) અને શ્રી એસ.જે.પ્રજાપતી (વર્ગ-૨) ને પ્રમાણપત્ર તેમજ રૂા. ૫ લાખનો ચેક મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયામકશ્રી લલિત નારાયણ સીંગ સંધુ (IAS), શ્રી વી.એસ.ચંપાવત અને શ્રીમતી એ.પી પટેલ નાયબ નિયામક પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ ઉત્તરસંડા આઈ.ટી.આઈ એ તૃતીય સ્થાન મેળવી ખેડા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
જિલ્લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.